rajkot

રાજકોટમાં કોલસાની ભૂકીની આડમાં રૂા.14.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Published

on

થર્ટી ફસ્ટ આવતાં જ બુટલેગરો દ્વારા આંતરરાજ્યમાંથી મોટા પ્રમાણમાં દારૂ મંગાવી રહ્યાં છે. જો કે દારૂનો જથ્થો બુટલેગર સુધી પહોંચે તે પહેલા જ પોલીસ સતર્ક થઈ ગઈ હોય તેમ મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી બુટલેગરના મનસુબાને નિષ્ફળ બનાવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં નવાગામ બાજુથી રાજકોટ તરફ એક ટ્રકમાં દારૂનો જથ્થો આવતો હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ટ્રક રોકતા ટ્રકમાં બેઠેલા ત્રણ શખ્સો ભાગ્યા હતાં. જેમાંથી એકને પકડી લઈ ટ્રકની તલાસી લેતાં કોલસાની ભુકીની આડમાં વિદેશી દારૂની અલગ અલગ 2928 બોટલ રૂા.14.64 લાખની મળી આવી હતી. તેમજ કુલ રૂા.23.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટની રાહબરીમાં ડી-સ્ટાફ પીએસઆઈ કે.ડી.મારૂ, હેમેન્દ્રભાઈ, પંકજભાઈ માડી, રાજદીપભાઈ પટગીર અને અજયભાઈ બસીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીને આધારે નવાગામ આણંદપરથી આવતાં ટ્રકને રોકતાં તેમાંથી ત્રણ શખ્સો ભાગવા લાગ્યા હતાં. જેમાંથી એક શખ્સને પોલીસે પકડી લઈ તેનું નામ પુછતાં પોતે પોતાનું નામ રતનલાલ માંગુલાલ ગુજર (રહે.હડવદ શક્તિનગર, મૂળ ભીલવાડા રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની સાથેના શખ્સો ફરાર થઈ ગયા હોય તેમનું નામ પુછતાં તે બન્નેનું નામ મંજીત શર્મા અને છોટુ શર્મા જેઓ હાલ અમદાવાદના વતની અને મુળ રાજસ્થાનના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ટ્રકની તલાસી લેતાં સૌપ્રથમ કોલસા ભરેલી ભુકીની કોથળીઓ જોવા મળી હતી. જે હટાવી તલાસી લેતાં અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂના બોકસ જોવા મળ્યા હતાં. જે વિદેશી દારૂના બોટલ 2928 રૂા.14.64 લાખની હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આઈસર 9 લાખનો, એક મોબાઈલ સહિત રૂા.23.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો ? તેમજ કોણ સપ્લાયર હતું ? તે અંગે હાલ પકડાયેલા આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version