Site icon Gujarat Mirror

સુરેન્દ્રનગરમાં 1.12 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે નશાબંધીના કડક અમલના ભાગરૂૂપે મોટી કાર્યવાહી કરી છે. પાટડી અને દસાડા તાલુકાના ચાર પોલીસ સ્ટેશનો દ્વારા અગાઉના વર્ષોમાં પકડાયેલા રૂૂ. 1.12 કરોડથી વધુના વિદેશી દારૂૂના જથ્થાનો જાહેર નાશ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર પોલીસ વિભાગ હેઠળ આવતા પાટડી, બજાણા, ઝીંઝુવાડા અને દસાડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. ઉચ્ચ અધિકારીઓની મંજૂરી બાદ આ ચારેય પોલીસ સ્ટેશનના કુલ 24,190 નંગ વિદેશી દારૂૂની બોટલો પર રોલર ફેરવી તેને જમીનદોસ્ત કરવામાં આવી હતી. નાશ કરાયેલા આ દારૂૂના જથ્થાની કુલ બજાર કિંમત રૂૂ. 1,12,85,849 અંદાજવામાં આવી છે. દારૂૂના આ જથ્થાના નાશ કરવાની પ્રક્રિયા કાયદાકીય માર્ગદર્શિકા મુજબ અત્યંત ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એસ.ડી.એમ, નાયબ પોલીસ અધિક્ષક (DYSP) અને સંબંધિત ચારેય પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) તથા પી.એસ.આઈ. (PSI) સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

એક પોલીસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાનો ભંગ કરનારા તત્વો સામે પોલીસ સતર્ક છે અને આ કાર્યવાહી તે દિશામાં એક મક્કમ ડગલું છે. “સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠાના વિસ્તારોમાં દારૂૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને દરોડા પાડી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં પણ નશાના કારોબાર સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Exit mobile version