2026 નાં વર્ષનાં પ્રથમ દિવસે સોના-ચાંદી તેમજ શેરબજારમા સુસ્તી જોવા મળી હતી . 2025 નાં વર્ષમા સોના-ચાંદીમા જોવા મળેલી તોફાની તેજી બાદ નવા વર્ષનાં પ્રથમ દિવસે તમામ બજારમા ફલેટ કારોબાર જોવા મળ્યા હતા.
2025 મા ચાંદીમા 170 ટકા અને સોનામા 78 ટકા તેજી જોવા મળ્યા બાદ આજે નવા વર્ષનાં પ્રથમ દિવસે ચાંદીમા 100 રૂા. અને સોનામા રૂા. 200 નો મામુલી ઘટાડો નોંધાયો હતો.
એમસીએકસમા સોનાના ભાવ 135220 જયારે ચાંદીનો ભાવ 235650 જોવા મળ્યો હતો જયારે રાજકોટની હાજર બજારમા સોનાનો ભાવ 137100 અને ચાંદીનો ભાવ 236250 જોવા મળ્યો હતો. આંતર રાષ્ટ્રીય બજારમા સોનુ 4320 ડોલર અને ચાંદી 71.60 ડોલર જોવા મળી રહયુ છે.
શેરબજારમા પણ આજે ફલેટ કારોબાર જોવા મળ્યો હતો હાલ સેન્સેકસ 150 પોઇન્ટ અને નીફટી 46 પોઇન્ટ ઉપર જોવા મળી રહી છે. આજે ઓઇલ અને નેચરલ ગેસનાં શેરોમા તેજી જોવા મળી છે. એકંદરે શેરબજારમા કોઇ મોટી વધ ઘટ જોવા મળી નથી.
