પુણે પોલીસે ગઇકાલે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરે થયેલા ગોળીબારના સંદર્ભમાં પાંચ લોકોની અટકાયત કરી છે. ગઈકાલે રાત્રે લગભગ 12:45 વાગ્યે, જુહુમાં નવ માળની ઇમારતના પહેલા માળે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો. હુમલાખોરોએ લગભગ પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
આ ઘટના બાદ પોલીસે રોહિત શેટ્ટીના ઘરે સુરક્ષા વધારી દીધી હતી અને હુમલાખોરોની શોધખોળ શરૂૂ કરી હતી. હવે, વારજે માલવાડી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન, પુણેના કરવેનગર અને ધાયરી વિસ્તારમાં ગોળીબારની ઘટનાના સંદર્ભમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અટકાયત કરાયેલા લોકોમાં અમન આનંદ મારોટે (27), આદિત્ય જ્ઞાનેશ્વર ગાયકી (19), સિદ્ધાર્થ દીપક યેનપુરે (20), સમર્થ શિવશરણ પોમાજી (18) અને સ્વપ્નિલ બંધુ સકટ (23)નો સમાવેશ થાય છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
હુમલા બાદ, પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ, ફોરેન્સિક સાયન્સ અને બેલિસ્ટિક્સ નિષ્ણાતોની ટીમો ઘટનાસ્થળે પહોંચી. બધા પુરાવા એકત્રિત કર્યા પછી, તેમણે તપાસ શરૂૂ કરી. મુંબઈ પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) અને આર્મ્સ એક્ટ હેઠળ એફઆઇઆર નોંધી છે. શરૂૂઆતની તપાસ બાદ પોલીસને લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા છે. જોકે, લોરેન્સ ગેંગે હજુ સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી. રોહિત શેટ્ટી તેના આખા પરિવાર સાથે શેટ્ટી ટાવરમાં રહે છે. સૂત્રો કહે છે કે શેટ્ટી ટાવરમાં કુલ આઠ સીસીટીવી કેમેરા અને બે પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા છે. ગોળીબારથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
