rajkot

ચા-પાનની દુકાને પાંચ શખ્સોનો કાકા-ભત્રીજા પર હુમલો

Published

on

વાણીયાવાડી મેઈન રોડ પર શેઠ હાઈસ્કુલની સામે ખોડીયાર ચા-પાન નામની દુકાન ધરાવતાં દિગ્વીજયસિંહ ગંભીરસિંહ પરમાર (ઉ.વ.23)ની દુકાને ઘસી ગયેલા પાંચેક શખ્સોએ તેને અને તેના કાકાને મારકૂટ કરી, દુકાનમાં તોડફોડ કરી હતી.આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
વધુ વિગતો મુજબ,સહકાર મેઈન રોડ પરની રઘુવીર સોસાયટી શેરી નં.5માં રહેતાં દુકાન માલીક દિગ્વીજયસિંહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે એકાદ વાગે દુકાને હાજર હતો ત્યારે એક અજાણ્યા શખ્સે આવી પાણીની બોટલ અને ચા લીધી હતી.બદલામાં રૂૂા.100ની નોટ આપી હતી. તે વખતે દુકાને તેના કાકા વનરાજસિંહ બેઠા હતા. જેને તત્કાલ બાકીના પૈસા આપવાનું કહેતાં ઘરાકી હોવાથી થોડી રાહ જોવાનું કહ્યું હતું. પરંતુ તે શખ્સે મને પહેલા પૈસા આપો તેમ કહી અને મને તુંકારો કેમ આપ્યો તેમ કહી ઝઘડો કર્યા બાદ કોલ કરી અન્ય ચાર શખ્સોને બોલાવી લીધા હતા.
થોડી વાર બાદ 80 ફૂટના રોડ પર દિવાલ પાસે મીલન ચાપડી ઉંધીયુનો ધંધો કરતા નારૂૂભાઈ કાઠી અન્ય ત્રણ શખ્સો સાથે આવ્યા હતા.ત્યારબાદ પાંચેય આરોપીઓએ તેના કાકા વનરાજસિંહ સાથે ઝઘડો કરી, ગાળો ભાંડી,ફડાકા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં ફાકી ચોળવાના પાટીયા વડે પણ હુમલો કર્યો હતો.તે વચ્ચે પડતાં તેને પણ ગાળો દઈ તમાચા ઝીંકયા બાદ માથામાં ચાનો કીટલો ફટકારી દીધો હતો.આ પછી પાંચેય આરોપીઓ જતાં રહ્યા હતા.આ નારૂૂભા કાઠીએ ધમકી પણ આપી હતી.બાદમાં પોલીસ કંટ્રોલ રૂૂમમાં કોલ કરતાં પોલીસ આવી હતી.આ અંગે આરોપીઓને સકંજામાં લેવા તજવીજ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version