જમ્મુ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર સ્થગિત થઈ ગયો હતો અને પહાડી જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ત્રિકુટા પર્વતોની ટોચ પર આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરમાં પણ સિઝનની પહેલી હિમવર્ષા થઈ, જેના કારણે અધિકારીઓએ યાત્રા સ્થગિત કરવાની ફરજ પડી, જ્યારે જમ્મુ શહેર સહિત મેદાની વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડ્યો, જેના કારણે બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા શુષ્ક વાતાવરણનો અંત આવ્યો.
હવામાન વિભાગની આગાહી મુજબ, મોડી સાંજે ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા શરૂૂ થઈ ગઈ હતી, જ્યારે જમ્મુ શહેર સહિત મેદાની વિસ્તારોમાં આખી રાત છૂટાછવાયા વરસાદ પડ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પાછલા વરસોની તુલનામાં આ વરસે બરફ વર્ષા મોડી અને ઓછી થઈ રહી છે. હવે શિયાળાના બહુ દિવસો બાકી રહ્યાં નથી. છેક જાન્યુઆરી પુરો થવા આવ્યો ત્યારે વૈષ્ણોદેવીમાં હિમવર્ષા થઈ એ વિલંબિત ઋતુચક્ર અને હિમાલયન પ્રદેશમાં પણ વધતાં જતાં ઉષ્ણતાપમાનનો ગંભીર સંકેત છે.
