Site icon Gujarat Mirror

રૈયા ગામમાં હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી, તમામ સામાન બળીને થયો ખાક

રાજકોટ શહેરમા રૈયા ધામે આવેલી હાર્ડવેરની દુકાનમા આજે સવારે દશેક વાગ્યે આગ લાગવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને એકાદ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી.

આ આગમા દુકાનમા રહેલો ફર્નીચર, હાર્ડવેરનો સામાન, પ્લાયવુડ, પ્લાસ્ટીકનો સામાન તેમજ કલરના ડબ્બલા તેમજ પતરાને નુકસાન પહોંચ્યુ હતુ.

આગ બુઝાવવા માટે રામાપીર ચોકડી ફાયર સ્ટેશનના ધ્રુવભાઇ, અક્ષયભાઇ વડેખણીયા, જગાભાઇ રબારી, ભાવેશભાઇ ભટ્ટ અને કાલાવડ રોડ ફાયર સ્ટેશનના એસટીઓ નડીયાપરા, સંજયભાઇ ગોહીલ, કીરીટભાઇ બોખાણી અને સંજયભાઇ ગૌસ્વામી એ આગ બુઝાવવાની કામગીરી કરી હતી તેમજ ફાયર બ્રિગેડમાથી જાણવા મળ્યુ હતુ કે રૈયા ગામમા આવેલી અંજલી પ્લાયવુડ અને હાર્ડવેરની દુકાનમા આગ લાગ્યાની માહીતી મળતા ફાયર બ્રિગેડે મીનીટોમા જ ત્યા પહોચી આગ બુઝાવી નાખી હતી.

આ સમયે દુકાનના માલીક ચંદુભાઇ દામજીભાઇ બદરકીયા હાજર હતા તેમજ ચંદુભાઇએ જણાવ્યુ હતુ કે આગ શોક સર્કીટથી લાગી હતી અને તેમા અંદાજીત પંદરેક લાખનુ નુકસાન થયુ છે.

Exit mobile version