રાજકોટ શહેરમા સોની બજારમા આવેલા રાધા સખી એપાર્ટમેન્ટની અગાસી પર દારૂની મહેફીલ જામી હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ત્યા આંગડીયા પેઢીના સંચાલકો સહીત પાંચ લોકો ડમડમ હાલતમા મળી આવ્યા હતા. તેમજ આ પાંચેય વચ્ચે પડેલી એક 300 એમએલની અડધી દારૂની બોટલ પોલીસે કબજે કરી હતી. તેમજ દારૂની બોટલ ફર્ન હોટલમાથી લાવ્યા હોવાનુ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર. જી. બારોટની રાહબરીમા કલ્પેશભાઇ બોરીચા, ધારાભાઇ વાનરીયા, સંજયભાઇ ચૌહાણ તેમજ યોગેશભાઇ મકવાણા સહીતનો સ્ટાફ થર્ટી ફર્સ્ટ અનુસંધાને વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહયુ હતુ. ત્યારે બેડી નાકા ટાવર પાસે પહોેંચતા તેઓને બાતમી મળી કે દરબાર ગઢ ચોક પાસે આવેલા રાધા સખી એપાર્ટમેન્ટની અગાસીએ અમુક શખ્સો ટાઢોળાના દારૂની મહેફીલ માણી રહયા છે. જેથી પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યા પહોંચી જોતા પાંચ લોકો અગાસી પર કુંડાળુ વળીને બેઠા હતા અને પાંચેયની પાસે ડીસ્પોજેબલ ગ્લાસ પડયા હતા તેમજ વચ્ચે તે દારૂની બોટલ મળી આવી હતી.
પોલીસે તમામના નામની પુછપરછ કરતા રણછોડનગર પીપળાવાળો રોડ, રાજલક્ષ્મી પેલેસમા રહેતા હર્ષદ હરીભાઇ છાંટબાર (ઇમીટેશનનો ધંધાર્થી), મોરબી જકાત નાકા પાસે રાધા મીરા સોસાયટીમા રહેતા આંગડીયા પેઢીના સંચાલક કૌશીક જયંતી પટેલ, મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે આસ્થા વેન્ટીલા શેરી નં 3 મા રહેતો આંગડીયા પેઢીના સંચાલક હસમુખ રામા દેસાઇ, દરબારગઢ રાધા સખી એપાર્ટમેન્ટમા રહેતા પ્રવીણભાઇ પરસોતમભાઇ પટેલ અને રણછોડનગર રાજલક્ષ્મી પેલેસ એપાર્ટમેન્ટમા રહેતા નરેન્દ્ર બાબુલાલ પટેલને ડમડમ હાલતમા પકડી લીધા હતા. તેમની પાસેની 300 એમએલ ભરેલી દારૂની બોટલ કબજે કરી હતી. આ તપાસમા પોલીસને જાણવા મળ્યુ હતુ કે હર્ષદની પત્ની આંતર રાજયની હોય જેથી તેમની ટીકીટને આધારે ફર્ન હોટલમાથી દારૂની બોટલ લઇ ઠંડી વધુ હોય માટે ઠંડી ઉડાળવા અગાસી પર દારૂ પીવા બેઠા હતા !

