ફાઇનલ ડેસ્ટિનેશન: બ્લડલાઇન્સની ભારતમાં 12 દિવસમાં 44.39 કરોડની કમાણી

ભારતીય બોક્સ ઓફિસ પર હોલીવુડની હોરર ફિલ્મ ફાઇનલ ડેસ્ટિનેશન: બ્લડલાઇન્સએ ધમાકો કર્યો છે. માત્ર 12 દિવસ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મે સ્ત્રી-2 જેવી તાજેતરની બોલિવૂડ…

ભારતીય બોક્સ ઓફિસ પર હોલીવુડની હોરર ફિલ્મ ફાઇનલ ડેસ્ટિનેશન: બ્લડલાઇન્સએ ધમાકો કર્યો છે. માત્ર 12 દિવસ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મે સ્ત્રી-2 જેવી તાજેતરની બોલિવૂડ ફિલ્મને પાછળ છોડી દીધી છે, અને ટૂંક સમયમાં ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો જેવી કે પુષ્પા-2 અને દંગલના રેકોર્ડ પણ તોડવાની તૈયારીમાં છે. હોરર ફિલ્મે કરેલી આ કમાલ બોક્સ ઓફિસ વિશ્ર્લેષકોને પણ ચોંકાવી દીધા છે.
SACNILC અનુસાર, 50 મિલિયન (લગભગ ₹429 કરોડ) ના ખર્ચે બનેલી આ ફિલ્મે માત્ર 11 દિવસમાં વિશ્વભરમાં ₹1600 કરોડથી વધુની કમાણી કરી લીધી છે! આ કલેક્શન સાથે, આ ફિલ્મે બોલિવૂડ અને દક્ષિણની અનેક સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

ફાઇનલ ડેસ્ટિનેશન હોરર ફ્રેન્ચાઇઝીના આ છઠ્ઠા હપ્તાએ શાહરૂૂખ ખાનની જવાન (₹1160 કરોડ) અને પઠાણ (₹1055 કરોડ) ના વિશ્વવ્યાપી કલેક્શનને પાછળ છોડી દીધું છે. એટલું જ નહીં, શ્રદ્ધાકપૂર-રાજકુમાર રાવ અભિનીત સ્ત્રી-2 (₹857.15 કરોડ) ના વિશ્વવ્યાપી કલેક્શનને પણ આ ફિલ્મે સરળતાથી પાર કરી લીધું છે.
સકનિલ્કના મતે, ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ આમિર ખાનની દંગલનું વિશ્વવ્યાપી કલેક્શન ₹2070.3 કરોડ હતું. પ્રભાસની બાહુબલી 2 એ ₹1788.06 કરોડ અને અલ્લુ અર્જુનની પુષ્પા-2 એ ₹1742.1 કરોડ કમાણી કરી હતી. ફાઇનલ ડેસ્ટિનેશન: બ્લડલાઇન્સની હોલીવુડ ફિલ્મની આક્રમક કમાણી જોતા, આગામી થોડા દિવસોમાં આ બધી ભારતીય ફિલ્મોના રેકોર્ડ પણ તૂટી શકે છે.

આ અલગ પ્રકારની હોરર ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2000 માં આવ્યો હતો. ત્યારથી, આ ફિલ્મના 6 ભાગ રિલીઝ થયા છે અને બધાને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન જેક લિપોવસ્કી અને એડમ બી સ્ટેઇન દ્વારા કરવામાં આવ્યું છે. ગાય બુસિક, લોરી ઇવાન્સ ટેલર અને જોન વોટ્સ તેના લેખક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *