1500 રૂપિયામાં ખરીદેલા ચિત્રના 18 કરોડ મળ્યા

ચિત્રકારના મૃત્યુ બાદ ખરીદનાર માલામાલ મધ્ય પ્રદેશના જનગઢ શ્યામ નામના મશહૂર ચિત્રકારનું એક ચિત્ર તાજેતરમાં કરોડો રૂૂપિયામાં વેચાયું છે. 41 વર્ષ પહેલાં આ પેઇન્ટિંગ ભોપાલમાં…

ચિત્રકારના મૃત્યુ બાદ ખરીદનાર માલામાલ

મધ્ય પ્રદેશના જનગઢ શ્યામ નામના મશહૂર ચિત્રકારનું એક ચિત્ર તાજેતરમાં કરોડો રૂૂપિયામાં વેચાયું છે. 41 વર્ષ પહેલાં આ પેઇન્ટિંગ ભોપાલમાં 1500 રૂૂપિયામાં વેચાયું હતું. 1980ના દાયકામાં પોતાના ગામના જૂના ઘરમાં ગોંદ પેઇન્ટિંગ કરવા માટે જાણીતા જનગઢ શ્યામનું એક ચિત્ર 1985માં ભોપાલના પંડોલ પરિવારે 1500 રૂૂપિયામાં ખરીદ્યું હતું. આ ચિત્રમાં ગોંદ સમાજની પૌરાણિક કથાને કેન્વસ પર વણવામાં આવી છે.

જનગઢ શ્યામ તો 2001માં ગુજરી ગયા, પરંતુ એ પછી તેમના કામને એટલી પ્રસિદ્ધિ મળી કે હવે તેમની કલાકૃતિઓ કરોડોમાં વેચાય છે. તેમના મૃત્યુનાં પચીસ વર્ષ પછી પંડોલ પરિવારે વેચવા કાઢેલું એક પેઇન્ટિંગ તાજેતરમાં 18 કરોડ રૂૂપિયામાં વેચાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *