ફરી NEETનું પેપર ફૂટ્યાની આશંકાથી ખળભળાટ

  રાજસ્થાન SOGએ સેમ્પલ પેપરના 100 પ્રશ્ર્નો મૂળ પરીક્ષાનાં પૂછાયાનો દાવો કર્યો, કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપાઈ, લાખો વિદ્યાર્થીઓમાં ચિંતા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા 3…

 

રાજસ્થાન SOGએ સેમ્પલ પેપરના 100 પ્રશ્ર્નો મૂળ પરીક્ષાનાં પૂછાયાનો દાવો કર્યો, કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપાઈ, લાખો વિદ્યાર્થીઓમાં ચિંતા

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા 3 મે, 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026 પરીક્ષામાં મોટા પાયે અનિયમિતતાની આશંકા સામે આવી છે. રાજસ્થાન અને ઉત્તરાખંડમાંથી મળેલી માહિતી અનુસાર, પરીક્ષા પહેલાં જ 400થી વધુ પ્રશ્નોનું એક “ગેસ પેપર” અથવા ટેસ્ટ સિરીઝ વિદ્યાર્થીઓ વચ્ચે વહેતું મુકવામાં આવ્યું હતું, જેમાંથી 100થી વધુ જીવવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રના પ્રશ્નો વાસ્તવિક NEET પેપર સાથે અદ્ભુત રીતે મેળ ખાતા હોવાનું સામે આવ્યું છે.

રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ના એડિશનલ ડીજીપી વિશાલ બંસલે જણાવ્યું કે આ મામલાની તપાસ શરૂૂ કરવામાં આવી છે. સિકર સહિત રાજસ્થાનના અનેક શહેરો અને દેહરાદૂનમાં સર્ચ અને પૂછપરછના દરમિયાન આ ગેસ પેપરના પ્રસારના પુરાવા મળ્યા છે. તપાસકર્તાઓએ હજુ સુધી કોઈ ઊંડી સાજિશને નકારી નથી કાઢી. મહારાષ્ટ્રના લાતુરમાં પણ એક કોચિંગ અકાદમીના ટેસ્ટ સિરીઝના પેપર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, ત્યાં હજુ સુધી કોઈ તપાસ શરૂૂ કરવામાં આવી નથી.

NTAએ શનિવારે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે પરીક્ષા સંપૂર્ણ સુરક્ષા
પ્રોટોકોલ હેઠળ સરળતાથી પૂર્ણ થઈ હતી. 7 મેના રોજ મોડી સાંજે આ શંકાસ્પદ માહિતી મળી અને તેને તુરંત કેન્દ્રીય એજન્સીઓને સોંપી દેવામાં આવી. ગઝઅ એ વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે મોટા ભાગના નિષ્ઠાવાન અભ્યાસીઓના પરિશ્રમને કોઈ અસર નહીં પડે. તપાસના અંતિમ અહેવાલ પછી જ વધુ પગલાં લેવાશે. હાલમાં કોઈ ઔપચારિક FIR નોંધવામાં આવી નથી અને તપાસ ચાલુ છે. આ ઘટનાએ NEET જેવી મહત્વની પરીક્ષાની વિશ્વસનીયતા પર ફરી એક વાર સવાલ ઉઠાવ્યા છે.

રાજસ્થાન-દેહરાદૂનમાં સર્ચ ઓપરેશન, લાતુરમાં પણ કોચિંગ ક્લાસ પર શંકા
પોલીસ દ્વારા રાજસ્થાનના મુખ્ય કોચિંગ હબ ગણાતા સીકર તેમજ ઉત્તરાખંડના દહેરાદૂન સહિત વિવિધ શહેરોમાં સર્ચ ઓપરેશન અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, મહારાષ્ટ્રના લાતુરમાં આવેલી એક કોચિંગ એકેડમીમાંથી પણ આવા જ પ્રકારની ટેસ્ટ-સિરીઝના પ્રશ્નપત્રો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે લાતુર પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ તપાસ શરૂૂ કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *