સિક્કિમમાં નિર્માણાધિન ટર્નલમાં વિસ્ફોટ: 8 શ્રમિકના મોત, અન્ય કેટલાક ફસાયા

સિક્કિમના નામચી જિલ્લામાં NHPCની તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં નિર્માણાધીન સુરંગમાં એક મોટી દુર્ઘટના બની. સુરંગની અંદર મિથેન ગેસ વિસ્ફોટ થવાથી ભૂસ્ખલન થયું, જેના કારણે સુરંગનો…

સિક્કિમના નામચી જિલ્લામાં NHPCની તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં નિર્માણાધીન સુરંગમાં એક મોટી દુર્ઘટના બની. સુરંગની અંદર મિથેન ગેસ વિસ્ફોટ થવાથી ભૂસ્ખલન થયું, જેના કારણે સુરંગનો એક ભાગ બ્લોક થઈ ગયો અને 27થી વધુ કામદારો ફસાઈ ગયા. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આઠ કામદારોના મોત થયા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

અહેવાલો અનુસાર, સુરંગના આશરે 1.5 કિલોમીટરના અંતરે મિથેન ગેસ જમા થઈ ગયો હતો. ગેસ બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે વિસ્ફોટ થયો, જેના કારણે સુરંગનો રસ્તો બંધ થઈ ગયો. દુર્ઘટના બાદ કેટલાક શ્રમિકો બહાર નીકળવામાં સફળ રહ્યા પરંતુ કેટલાક હજુ પણ અંદર ફસાયેલા છે.

ઘટનાની માહિતી મળતાં, NDRF, SDRF, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, સુરંગની અંદર ઝેરી ગેસ, ઓક્સિજનનો અભાવ અને અત્યંત ઓછી દૃશ્યતાને કારણે બચાવ કામગીરીમાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શરૂૂઆતના બચાવ દરમિયાન ફાયર બ્રિગેડના ઘણા કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી, જેના કારણે કામગીરી અટકાવવામાં આવી. જોકે, ફાયર બ્રિગેડ અને NDRF ટીમો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *