ગુજરાત

વીંછિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ શાસનનો અંત, ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

Published

on

કોંગ્રેસનું શાસન છીનવાયુ પ્રમુખ તરીકે નીતાબેન-ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઇ ચૂંટાયા

વિંછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છીનવવામાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સફળ થયા છે. ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની આજે બિનહરિફ વરણી થઇ હતી.


પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ સામે અગાઉ 1લી હ,ઓગસ્ટે અવિશ્ર્વાસની દરખાસ્ત મંજૂર થઇ હતી. ચૂંટણી પંચે 17મી ઓગસ્ટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરી હતી.


દરમિયાન આ બન્ને પદોની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના આઠ સભ્યોએ ભાજપને ટેકો જાહેર કરી દેતા કોંગ્રેસનું શાસન છીનવીને તાલુકા પંચાયતના પ્રમખ-ઉપપ્રમુખ તરીકે ભાજપના નીતાબેન ગઢાદરા (પ્રમુખ) અને ભૂપતભાઇ રોજાસરા (ઉપપ્રમુખ) તરીકે બિનહરીફ ચૂંટાયા છે. ગત ચૂંટણીમાં 18માંથી 14 બેઠકો કોંગ્રેસે મેળવી હતી. પણ આ વર્ષે કોંગ્રેસનું શાસન છીનવાઇ ગયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version