વૃધ્ધ દંપતીને એક સપ્તાહ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂા.55.50 લાખ પડાવ્યા

ડીજીટલમાં એરેસ્ટ મામલે સરકાર અને પોલીસ દ્વારા ગમે તેટલી જાગૃતતા લાવવાના પ્રયાસો કરે છતાં રોજ કોઈ એક વ્યક્તિ આવા સાયબર માફિયાનો શિકાર બની રહ્યું છે.…

ડીજીટલમાં એરેસ્ટ મામલે સરકાર અને પોલીસ દ્વારા ગમે તેટલી જાગૃતતા લાવવાના પ્રયાસો કરે છતાં રોજ કોઈ એક વ્યક્તિ આવા સાયબર માફિયાનો શિકાર બની રહ્યું છે. શહેરના પંચનાથ પ્લોટ માં ગોતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધા દંપતીને એક સપ્તાહ સુધી ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ રૂૂ.55.50 લાખ પડાવી લીધા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારીની ઓળખ આપી સાયબર આતંકવાદનો ભય બતાવી એક અઠવાડીયું ડીજીટલ એરેસ્ટનો શિકાર બનેલા વૃધ્ધાની મરણમૂડી પડાવી લેનાર આ ટોળકીએ વધું 41 લાખ માંગતા દંપતીએ એફડી તોડાવતા મુંબઈ રહેતી પુત્રીને જાણ થતા આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. પોલીસે તુરંત જ વૃધ્ધ દંપતીના ઘરે દોડી જઇ તેઓનું કાઉન્સેલિંગ કરી રૂૂ.41 લાખ ફ્રોડમાં જતાં અટકાવ્યો અને ગુનો નોંધી બેંક એકાઉન્ટની તપાસ શરૂૂ કરી છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ પંચનાથ પ્લોટ 5 માં ગોતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતાં ગીતાબેન ભુપતરાય ભાયાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ અને તેમના પતિ ભુપતરાઈ સાથે રહે છે. તેઓને સંતાનમાં ચાર પુત્રીઓ છે. જે ચારેય અલગ અલગ શહેરમાં સાસરે છે. ગઈ તા.18 ના તેઓને એક વોટ્સએપ કોલ આવેલ અને કોલ કરનારે પોતે પોલીસ અધિકારી મુંબઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી હતી અને ગીતાબેનને સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવી ડિજિટલ એરેસ્ટ કરી ભયભીત કર્યા હતા ત્યારબાદ વોટ્સ એપ મારફતે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના નામે ખોટા દસ્તાવેજો મોકલી ગીતાબેન અને તેમના પતિ ભુપતભાઈને વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં આરોપીઓએ ઓનલાઈન રૂૂ.55.50 લાખ ટ્રાન્સફર કરી લીધાં હતા.

દંપતીને એક અઠવાડિયાથી ડિજીટલ એરેસ્ટ કર્યા બાદ સાયબર માફિયાઓએ દંપતી પાસે વધુ રૂૂ.41 લાખ માંગ્યા હતાં. દંપતી પાસે પોતાની મરણ મૂડી તમામ આરોપીને આપી દિધી હોવાથી વધું રૂૂપીયાની વ્યવસ્થા કરવાં પોતાની એફ.ડી. તોડવવા માટે મુંબઇ રહેતી પુત્રીને જાણ કરી હતી. મુંબઈ રહેતી પુત્રીએ માતા-પિતા સાથે સાયબર ફ્રોડ થયાનું જાણવા મળતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઉપર ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી, આ અંગેની માહિતી મળતા રાજકોટ સાયબર ક્રાઈમની ટીમ ગૌતમ બુધ્ધ એપાર્ટમેન્ટ ખાતે દોડી ગઈ હતી અને મા રહે છે, જેઓ છેલ્લા એક અઠવાડિયાથી ડિજીટલ એરેસ્ટ હોય અને તેઓએ ડિજીટલ એરેસ્ટમા કૂલ રૂૂ.55.50 લાખ જેટલી રકમ ડિજીટલ એરેસ્ટમા ગુમાવેલ ત્યારબાદ ભોગ બનેલ.

આ દંપતી ખુબજ ડરી ગયેલ અને જે માહિતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જાણ થતા ટીમે તાત્કાલીક ધોરણે દંપતીનો સંપર્ક કરી અને આ વૃધ્ધ દંપતીના ઘરે જઇને તેઓને ડિઝીટલ એરેસ્ટમાંથી છોડાવી તેઓનુ કાઉન્સિલિંગ કરી અને વધુ રૂૂ.41 લાખ ટ્રાન્સફર કરતાં અટકાવી ગુનો નોંધ્યો હતો. સાયબર ક્રાઈમના પીઆઈ એસ.ડિ.ફુલતરીયા, પી.આર. ડોબરીયા અને એમ.ડી. ગઢવી અને સાયબર ક્રાઇમની ટીમ આ મામલે બેંક એકાઉન્ટની તપાસ કરી સાયબર માફિયાઓને પકડવા પણ તજવીજ હાથ ધરી છે.

ડિજિટલ એરેસ્ટ અંગેની જાગૃતિ છતાં સાયબર માફિયાઓ બેફામ

દેશમાં સાયબર ગુનાઓ અને ખાસ કરીને ’ડિજિટલ એરેસ્ટ’ અંગે તંત્ર દ્વારા સતત લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી હોવા છતાં, સાયબર માફિયાઓ નિર્દોષ નાગરિકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે. રાજકોટ શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા 75 વર્ષીય મીતાબેન ભાયાણી સાથે ડિજિટલ એરેસ્ટના નામે રૂૂ. 96.50 લાખની ભયાનક છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ અને સરકાર દ્વારા ’ડિજિટલ એરેસ્ટ’ ને લઇ લોક જાગૃતિ માટે અનેક સેમીનાર સહિતના કાર્યક્રમો કર્યા હોવા છતાં માફિયાઓ બેફામ બન્યા છે અને રોજ અનેક લોકોને શિકાર બનાવે છે, સાયબર ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી વૃદ્ધાનો સંપર્ક કર્યો હતો. તેમણે વૃદ્ધા સાયબર આતંકવાદ જેવા અત્યંત ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનો ખોટો દાવો કરી, ફિઝિકલ એરેસ્ટની ધમકી આપી હતી અને તેમને એક સપ્તાહ ’ડિજિટલ એરેસ્ટ’ હેઠળ રાખ્યા હોવાનું જણાવ્યું હતું.સરકાર દ્વારા જાગૃતતા માટે ના પ્રયાસો છતાં સાયબર ફ્રોડના વધતા જતા બનાવો ચિંતાનો વિષય છે.