Site icon Gujarat Mirror

જામનગરમાં ડિવાઇડર સાથે અથડાતા બાઇક ચાલકનું મોત

જામનગરમાં નુરી ચોકડી પાસે ફૂલ સ્પીડમાં આવી રહેલું એક બાઈક અકસ્માતે ડિવાઇડર સાથે ટકરાઈ ગયું હતું. જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે પાછળ બેઠેલા અન્ય એક યુવાન ઘાયલ થયો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નુરી ચોકડી વિસ્તારમાં રહેતો રાહુલ ઇન્દુભાઇ વાઘેલા નામનો 30 વર્ષનો દેવીપુજક યુવાન પોતાના બાઈકમાં જુમાભાઇ જુસબભાઈ રાઠોડ નામના યુવાનને બેસાડીને પરમદિને સાંજે પાંચ વાગ્યાના અરસામાં નુરી ચોકડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન પોતે બાઇક પરથી કાબુ ગુમાવી બેઠો હતો.

અને તેનું બાઈક ડિવાઈડર સાથે ટકરાઈ ગયું હતું. જે અકસ્માતમાં બાઈક ચાલક રાહુલ વાઘેલા ને માથાના ભાગે તેમજ શરીરમાં અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી તેનું કરૂૂણ મૃત્યુ નીપજયું છે, જ્યારે પાછળ બેઠેલા જુમાભાઈ રાઠોડ ને નાની મોટી ઈજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ બનાવની જાણ થતાં પીએસઆઇ વસંતભાઈ ગામેતી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version