નાયબ મુખ્યમંત્રીનું ફેક ઇન્સ્ટા. આઇડી બનાવી ‘દારૂબંધી’ની પોસ્ટ વાયરલ કરનાર સામે ગુનો નોંધાયો

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી સોશિયલ મીડિયા પર બનાવટી અને ગેરમાર્ગે દોરતી પોસ્ટ વાયરલ કરવાના ગંભીર કિસ્સામાં નવસારી સાયબર ક્રાઇમ…

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી સોશિયલ મીડિયા પર બનાવટી અને ગેરમાર્ગે દોરતી પોસ્ટ વાયરલ કરવાના ગંભીર કિસ્સામાં નવસારી સાયબર ક્રાઇમ પોલીસે લાલ આંખ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નામે ઇન્સ્ટાગ્રામ પર અફવા ફેલાવતી બનાવટી પોસ્ટ મૂકનાર આઈડી ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘kathavistar’ નામના એક એકાઉન્ટ પરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધિકૃત ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરીને એક તદ્દન ખોટી અને બનાવટી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. આ ફેક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગામડાઓમાં દારૂૂના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીના મામલે સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ પ્રકારના કોઈ સરકારી આદેશ વગર જ નાયબ મુખ્યમંત્રીના નામે ખોટી અને બનાવટી વિગતો પ્રસિદ્ધ કરીને સમાજમાં ગેરસમજ ઊભી કરવાનો અને તેમની રાજકીય તથા સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો મલિન પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ મામલો ધ્યાને આવતાં જ નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ગંભીરતા દાખવી હતી. પ્રાથમિક તપાસ બાદ સાયબર ક્રાઇમ પોલીસે ‘kathavistar’ ઇન્સ્ટાગ્રામ આઈડીના ધારક/ઉપયોગકર્તા વિરૂૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બનાવટી આઈડી ક્યાંથી અને કોના દ્વારા ઓપરેટ થઈ રહ્યું હતું તેની ભાળ મેળવવા માટે પ્રયાસો શરૂૂ કરવામાં આવ્યા છે. પોલીસે સોશિયલ મીડિયા પર અફવાઓ કે બનાવટી પોસ્ટ વાયરલ ન કરવા નાગરિકોને અપીલ પણ કરી છે.