બજેટ પહેલા જ ભારતીય કોમોડિટી માર્કેટના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો કડાકો જોવા મળ્યો છે. કોમોડિટી માર્કેટમાં અને ચાંદીના ભાવ ₹26,000 સુધી ઘટ્યા છે. MCEXP પર સોનામાં 9% એટલે કે ₹13,000નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજના ખાસ ટ્રેડિંગ સેશનમાં સોનાના ભાવમાં ગાબડું જોવા મળ્યું છે. સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹1,52,345.00 હતો, જે આજે ₹1,51,610.00 પર ખુલ્યા બાદ સતત પછડાતો રહ્યો હતો. બજારમાં ટ્રેડિંગ દરમિયાન સોનું ₹1,38,634.00 ની નીચલી સપાટીએ (Low) પહોંચ્યું હતું. અંતે સોનું આશરે ₹13,349 (-8.76%) ના તોતિંગ ઘટાડા સાથે ₹1,38,996.00 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
સોના કરતા પણ વધુ ખરાબ હાલત ચાંદીમાં જોવા મળી છે. ચાંદીમાં આજના દિવસે ₹26,000 થી પણ વધુનો કડાકો બોલાયો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,91,925.00 હતો, જે આજે ₹2,84,826.00 પર ખુલ્યો હતો. જોકે, વેચવાલીનું દબાણ એટલું વધારે હતું કે ચાંદી સીધી ₹2,65,652.00 ના સ્તરે પટકાઈ હતી. આમ, ચાંદીમાં એક જ દિવસમાં ₹26,273 (-9.00%) નો મહાકડાકો નોંધાયો છે.
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું નવમું બજેટ રજૂ કરવા માટે તૈયાર છે, જેમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ફેરફાર થવાની અપેક્ષા છે.
