તેલંગણામાં રમઝાન દરમિયાન મુસ્લિમ કર્મચારીઓને વહેલી છૂટી: ભાજપનો વિરોધ

  તેલંગાણા સરકારે મુસ્લિમ કર્મચારીઓને રમઝાન મહિના દરમિયાન વહેલી ઑફિસ છોડવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારે સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ…

 

તેલંગાણા સરકારે મુસ્લિમ કર્મચારીઓને રમઝાન મહિના દરમિયાન વહેલી ઑફિસ છોડવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારે સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ મુસ્લિમ કર્મચારીઓને રમઝાનના પવિત્ર મહિના દરમિયાન એક કલાક વહેલા એટલે કે સાંજે 4 વાગ્યે તેમની ઓફિસો અને શાળાઓમાંથી બહાર નીકળવાની મંજૂરી આપી છે. આ છૂટ 2 માર્ચ, 2025 થી 31 માર્ચ, 2025 સુધી લાગુ રહેશે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, આ નિર્ણય સરકારી મુસ્લિમ કર્મચારીઓ, શિક્ષકો, કરાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ તેમજ બોર્ડ, કોર્પોરેશન અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને લાગુ પડે છે. આ પગલાનો હેતુ રમઝાન દરમિયાન ધાર્મિક વિધિઓ અને આવશ્યક પ્રાર્થનાઓને સરળ બનાવવાનો છે. આ વખતે રમઝાન મહિનો 28 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ રહ્યો છે જે 29 માર્ચ સુધી ચાલશે.

ભાજપના અમિત માલવિયાએ તેને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી છે. એકસ પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું, પતેલંગાણા સરકારે રમઝાન દરમિયાન મુસ્લિમ કર્મચારીઓ માટે કામના કલાકોમાં છૂટછાટને મંજૂરી આપી છે. જ્યારે હિંદુઓ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે, ત્યારે તેમને ક્યારેય આવી કોઈ છૂટ આપવામાં આવતી નથી.

આ નિર્ણય કોઈ એક સમુદાયની ધાર્મિક માન્યતાઓ પ્રત્યે સંવેદનશીલ હોવા અંગેનો નથી, પરંતુ તેને માત્ર મતબેંક સુધી મર્યાદિત રાખવાનો છે. આનો વિરોધ થવો જોઈએ.ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો રમઝાન મહિનો કહેવાય છે. આ મહિનો ચંદ્રના દર્શન પછી શરૂૂ થાય છે. રમઝાન દરમિયાન, મુસ્લિમ લોકો ઉપવાસ દ્વારા અલ્લાહની પૂજા કરે છે. રમઝાન મહિનો પૂરો થયા બાદ સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. રમઝાનમાં, મુસ્લિમો ઉપવાસ રાખવા માટે સૂર્યોદય પહેલા સેહરી ખાય છે, ત્યારબાદ તેઓ આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહે છે અને ભગવાનના નામનો જાપ કરે છે.ઈફ્તારમાં સાંજે ઉપવાસ તોડવામાં આવે છે.

ઇસ્લામિક માહિતી અનુસાર, ઉપવાસ એ ઇસ્લામના પાંચ મૂળભૂત સિદ્ધાંતોમાંથી એક છે. બધા મુસ્લિમો માટે આ પાંચ સિદ્ધાંતોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પાંચ સિદ્ધાંતોમાં નમાઝ, દાન, શ્રદ્ધા, હજ અને રોઝાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *