ગુજરાત

ભારે વરસાદથી પંચાયત હસ્તકના 99, સ્ટેટના ત્રણ સહિત 116 રસ્તા બંધ

Published

on


રાજકોટ સહીત રાજયભરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદથી મોટા ભાગના રોડ- રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ધોવાણ થઇ ગયું છે. અને રસ્તા પર કમર સુધીના પાણી ભરાતા રાજયના 116 જેટલા માર્ગો પર વાહન વ્યવહાર સ્થગીત કરી દેવામાં આવ્યો છે. રસ્તાના ધોવાણથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


ભારે વરસાદથી રાજ્યના અન્ય માર્ગો કુલ 14 બંધ ભારે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં છોટાઉદેપુરમાં એક, સુરતમાં એક, રાજકોટમાં બે, મોરબીમાં એક, ભાવનગરમાં એક, જૂનાગઢમાં સાત તો પોરબંદરમાં એક માર્ગ બંધ કરવામાં આવ્યો છે.


રાજ્યમાં પંચાયત હસ્તકના કુલ 99 માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં સુરત 16, નવસારી 6,ડાંગ 2, રાજકોટ 3, મોરબી 3 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. જામનગરના 8, દ્રારકાના 6, ભાવનગરનો 1, અમરેલીનો 1, જૂનાગઢના 40 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથમાં 4, પોરબંદરમાં 9 જેટલા પંચાયત માર્ગો વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે, અન્ય માર્ગો સહિત પંચાયતના માર્ગો મળીને કુલ 116 માર્ગો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. માર્ગો વરસાદમાં ધોવાણ થતા અને વરસાદી પાણી ફરી વળતા હાલ પૂરતા બંધ રાખવામાં માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version