‘દૃશ્યમ-3’એ વર્લ્ડવાઇડ 500 કરોડનો આંકડો પાર કર્યો

અજય દેવગનની ક્રાઇમ થ્રિલર ‘દૃશ્યમ 3: ધ ક્ધક્લુઝન’એ બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી છે. રિલીઝના 12મા દિવસે ફિલ્મે વર્લ્ડવાઇડ 500 કરોડ રૂૂપિયાનો આંકડો પાર…

અજય દેવગનની ક્રાઇમ થ્રિલર ‘દૃશ્યમ 3: ધ ક્ધક્લુઝન’એ બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી છે. રિલીઝના 12મા દિવસે ફિલ્મે વર્લ્ડવાઇડ 500 કરોડ રૂૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હાલ તેનું કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 501.80 કરોડ રૂૂપિયા થયું છે. આ સાથે જ તે અજય દેવગનની લીડ રોલમાં પહેલી એવી ફિલ્મ બની છે જેણે 500 કરોડનો ક્લબ જોડ્યો છે.ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 387.80 કરોડ અને નેટ કલેક્શન 323.50 કરોડ રૂૂપિયા પહોંચ્યું છે. ઓવરસીઝ માર્કેટમાંથી તેણે 114 કરોડ રૂૂપિયા કમાયા છે. 2026ની સૌથી વધુ કમાણી કરતી ભારતીય ફિલ્મોમાં તે હવે બીજા નંબરે છે. પહેલા સ્થાને રણવીર સિંહની ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ છે.

મંગળવારે (12મો દિવસ) ફિલ્મે ભારતમાં 14,846 સ્ક્રીન્સ પરથી 8.50 કરોડ રૂૂપિયા કમાયા. આ આગલા દિવસ (બીજા સોમવાર)ની 6 કરોડની કમાણી કરતાં 41.7 ટકા વધારે છે. વધારાના 1000થી વધુ સ્ક્રીન્સ અને મંગળવારે ટિકિટના ડિસ્કાઉન્ટને કારણે આ વૃદ્ધિ જોવા મળી. બીજા રવિવારે તેણે 22.50 કરોડ અને બીજા શનિવારે 26.50 કરોડ કમાયા હતા. ફિલ્મનું પ્રથમ અઠવાડિયાનું કલેક્શન 245.50 કરોડ રહ્યું હતું. ‘દૃશ્યમ 3’ હવે અજય દેવગનની ઘરેલું અને વર્લ્ડવાઇડ બંને રીતે સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે. ઘરેલું સ્તરે તેણે ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ (279.59 કરોડ)ને પાછળ છોડી દીધી છે. તે તેમની પહેલી ફિલ્મ છે જેણે ભારતમાં 300 કરોડનો આંકડો પાર કર્યો છે. વર્લ્ડવાઇડમાં તેણે ‘સિંઘમ અગેઈન’ (372.50 કરોડ)ને પણ પાછળ છોડી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *