ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’ ડૉ. મનમોહનસિંહના રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

  પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી,…

 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ પણ પૂર્વ પીએમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. આ પહેલા આજે પૂર્વ પીએમના પાર્થિવ દેહને કોંગ્રેસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો.

https://x.com/ANI/status/1872910750894964953

પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર પહેલા લગભગ એક કલાક સુધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો. અહીં કોંગ્રેસના કાર્યકરોની સાથે સામાન્ય જનતાએ પણ તેમને અંતિમ દર્શન કર્યાં હતા. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

https://x.com/ANI/status/1872909428951007678

અગાઉ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે કહ્યું હતું કે સરકાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવશે અને આ અંગે તેમના પરિવાર અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જાણ કરવામાં આવી છે. વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને અમિત શાહને ફોન કરીને મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા આપવાની અપીલ કરી હતી.

https://x.com/ANI/status/1872907643477737549

મંત્રાલયે કહ્યું કે સરકારને સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે તરફથી વિનંતી મળી છે. કેબિનેટની બેઠક બાદ તરત જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ખડગે અને મનમોહન સિંહના પરિવારને જાણ કરી હતી કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે ટ્રસ્ટની રચના કરવી પડશે અને જગ્યા ફાળવવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *