સીમાંકન અને મહિલા અનામત ખરડા પસાર કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવશે. સરકર આગળ વધી રહી હોવાના અને એ માટે જરૂરી બે-તૃતિયાંશ બહુમતી મેળવી લીધાના અહેવાલો વચ્ચે ડીએમકેના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સ્ટાલિને કોકરોચ પાર્ટીને સમર્થન આપવાની વાત કરવા સાથે પીઠમાં છુરી ભોંકનારા કોંગ્રેસથી અંતર જાળવવા નિવેદન કર્યું છે. પક્ષના સાંસદોની બેઠકને સમાંતર આ નિવેદનમાં સરકારને ખરડો પસાર કરવા ટેકો આપવા વિશે કંઇ કહ્યુુંં નથી. પણ ચુંટણી પંચ સામે તેણે આકરૂં વલણ લેતા મોદી સરકારને ઝટકો લાગ્યો છે. આ ઘટનાક્રમ જોતા બન્ને ખરડાનું ભાવિ ધુંધળું બન્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેન્નાઈમાં પક્ષના સાંસદોની એક બેઠક દરમિયાન,DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિને નેતાઓને જઈંછ સામેનો વિરોધ વધુ તીવ્ર બનાવવા અને ’કોકરોચ જનતા પાર્ટી’ના આંદોલનને સમર્થન આપવા નિર્દેશ આપ્યો છે. તે જ સમયે, સૂત્રોના મતે, સ્ટાલિને સ્પષ્ટ કર્યું છે કે તેમનો પક્ષ ’પીઠમાં છરો ભોંકનાર’ કોંગ્રેસ સાથે મળીને કામ કરશે નહીં.
ભૂતપૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક જઈંછના મુદ્દા પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે,DMKએ SIRપ્રક્રિયાને રદ કરવાની અને ફરીથી બેલેટ પેપર (મતપત્ર) પદ્ધતિ અપનાવવાની માંગ કરવાનો પણ નિર્ણય લીધો છે. બેઠકમાં ઈઉંઙ સાથે મળીને કામ કરવાનો નિર્ણય લેવાયો છે. પક્ષે જઈંછના મુદ્દે કોંગ્રેસ પર ’બેવડા વલણ’નો આરોપ લગાવ્યો છે.
અહેવાલ મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં ડીએમકે એક ’ત્રીજો મોરચો’ રચવાની શક્યતાઓ તપાસી રહી છે અને આ માટે તેમણે સીજેપી તથા કેટલાક પ્રાદેશિક નેતાઓનો સંપર્ક કર્યો છે. તમિલનાડુમાં કોંગ્રેસ સાથેના ગઠબંધનનો અંત આવ્યા પછી, ડીએમકે ’ઈન્ડિયા’ ગઠબંધનથી અંતર જાળવી રહી છે અને હવે તે એસઆઈઆર વિરુદ્ધની લડાઈમાં એક નવો મોરચો ખોલવા પર વિચાર કરી રહી છે.
ડીએમકેની આ રાજકીય હિલચાલ એવા સમયે સામે આવી છે જ્યારે સંસદના એક વિશેષ સત્ર અંગે અટકળો ચાલી રહી છે. સરકાર આ મહિનાના અંતમાં સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે, જેમાં સીમાંકન અને મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવી શકે છે – જે બિલ આ વર્ષની શરૂૂઆતમાં સંસદમાં પસાર થઈ શક્યા ન હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એમ.કે. સ્ટાલિને એક બેઠકમાં પોતાના સાંસદોને કહ્યું કે જ્યારે સીમાંકનનો મુદ્દો સંસદમાં આવશે ત્યારે પક્ષ તે અંગે યોગ્ય વલણ અપનાવશે.
જોકે ડીએમકે સીમાંકનના સૌથી કટ્ટર વિરોધીઓમાંનો એક રહ્યો છે, પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસ સાથેના સંબંધો તૂટ્યા બાદ ભાજપે 22 સાંસદો ધરાવતા આ પક્ષ સાથે વાતચીતના માર્ગો ખોલ્યા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે તેમને ડીએમકેનું સમર્થન મળવાની આશા છે, ખાસ કરીને જ્યારે તમામ બેઠકોમાં 50% વધારો કરવાની ખાતરી આપવામાં આવી છે.
