દિશા પટની-તલવિંદર સિંહની નિકટતા વધી, વીડિયો વાયરલ

દિશા પટની અને તલવિંદર સિંહ વચ્ચે નિકટતા વધી બંને એકબીજાના હાથમાં હાથ નાંખીને જતા જોવા મળ્યાચાહકોને બંનેની જોડી પસંદ આવી રહી છે. તાજેતરમાં, દિશા અને…

દિશા પટની અને તલવિંદર સિંહ વચ્ચે નિકટતા વધી બંને એકબીજાના હાથમાં હાથ નાંખીને જતા જોવા મળ્યાચાહકોને બંનેની જોડી પસંદ આવી રહી છે. તાજેતરમાં, દિશા અને તલવિંદરનો એક રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં દિશા ખૂબ જ ખુશ અને આરામદાયક દેખાય છે. દિશા અને તલવિંદર બંને એકબીજાની ખૂબ નજીક દેખાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર તેમના ડેટિંગની અફવાઓ ફેલાઈ રહી છે. હવે, એક નવા વીડિયોએ ફરી એકવાર સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચા જગાવી છે.

દિશા અને તલવિંદર વિશેના પ્રથમ સમાચાર સામે આવ્યા, જ્યારે તેઓ નુપુર સેનનના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા. દિશા સાથે તલવિંદરે પણ રિસેપ્શનમાં હાજરી આપી હતી. દિશા સાથે ન હોવા છતાં, તલવિંદર તેની નજીકની મિત્ર મૌની રોય સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. તેઓ ઘણી વખત હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા હતા. આનાથી હવે ચાહકોમાં ચર્ચા શરૂૂ થઈ છે. જો કે, દિશા કે તલવિંદરે સત્તાવાર રીતે આ સંબંધની હજીસુધી પુષ્ટિ કરી નથી.

નોંધનીય છે કે, દિશા લાંબા સમયથી ટાઇગર શ્રોફ સાથે જોડાયેલી હતી. જો કે, તે સંબંધને લઇને પણ ક્યારેય તેણીએ પુષ્ટિ કરી નથી, બંનેના વેકેશન અને રજાઓના અસંખ્ય ફોટા તેમના ક્વોલિટી ટાઇમનો સંકેત આપતા હતા. દિશાનું નામ હાલમાં તલવિંદર સાથે જોડાઈ રહ્યું છે. ચાહકો તેમના ફોટા અને વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે, અને સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉંમરના તફાવતની વાત કરીએ તો, તલવિંદર દિશા પટણી કરતા પાંચ વર્ષ નાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *