પ્રેમાનંદ મહારાજના શિષ્યે આશ્રમના ચોથા માળેથી લગાવી મોતથી છલાંગ : ગુપ્તાંગ કપાયેલું મળ્યું

મથુરાના વૃંદાવન સ્થિત વારાહ ઘાટ વિસ્તારમાં કેલિકુંજ આશ્રમ નજીક આવેલા ચાર માળના ‘ગુરુ કૃપા કુંજ આશ્રમ’માં શુક્રવારે સવારે ભારે ચકચાર મચી ગઈ હતી. સંત પ્રેમાનંદ…

મથુરાના વૃંદાવન સ્થિત વારાહ ઘાટ વિસ્તારમાં કેલિકુંજ આશ્રમ નજીક આવેલા ચાર માળના ‘ગુરુ કૃપા કુંજ આશ્રમ’માં શુક્રવારે સવારે ભારે ચકચાર મચી ગઈ હતી. સંત પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા લીધેલા 25 વર્ષીય યુવાન સાધુ દીપક ઉર્ફે રસિક દુલારી શરણે આ આશ્રમની સૌથી ઉપલી (ચોથા) માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ ગુરુ કૃપા કુંજ આશ્રમમાં માત્ર પ્રેમાનંદ મહારાજના દીક્ષિત શિષ્યો જ રહે છે. ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત દીપકને તાત્કાલિક સર્વોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

હોસ્પિટલમાંથી પોલીસને મળેલી પ્રાથમિક માહિતી બાદ મામલાની ગંભીરતા વધી ગઈ હતી. તપાસ દરમિયાન મૃતક દીપકનો પ્રાઇવેટ પાર્ટ કપાયેલો હોવાનું અને તેમાંથી ભારે રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસને દીપકના રૂૂમમાંથી લોહીવાળું ગ્રાઇન્ડર મશીન, એક અંગત ડાયરી અને તેનો મોબાઇલ ફોન મળી આવ્યા છે.

પ્રાથમિક અનુમાન મુજબ, આ ગ્રાઇન્ડર મશીન વડે જ પ્રાઇવેટ પાર્ટ કાપવામાં આવ્યો હોવાની શંકા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજમાં દીપક ટોપ ફ્લોર પરથી કૂદતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, પરંતુ તેણે આવું પગલું શા માટે ભર્યું તે તપાસનો વિષય છે. ગુપ્તાંગ કપાયેલું હોવાથી આ મામલો વધુ રહસ્યમય અને શંકાસ્પદ બન્યો છે. આ કૃત્ય દીપકે પોતે કર્યું છે કે કોઈ અન્ય વ્યક્તિએ, તે જાણવા પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

મૃતક દીપક પટેલ મૂળ મધ્યપ્રદેશના જબલપુરના વતની હતા. તેમના ભાઈ મનીષ પટેલે જણાવ્યું કે પિતા ચેતન પટેલના સંતાનોમાં તેઓ બે ભાઈ અને એક બહેન છે; જેમાં દીપક વચેટ હતા. દીપકે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો અને ભણવામાં હોશિયાર હતા. તેમને નાનપણથી જ ધર્મમાં ખૂબ રસ હતો અને વૃંદાવન આવતા પહેલાં તેઓ નર્મદાની પરિક્રમા પણ પૂર્ણ કરી ચૂક્યા હતા. લગભગ બે વર્ષ પહેલાં જબલપુરમાં મન ન લાગતાં તેઓ વૃંદાવન આવી ગયા હતા અને પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા લઈને રસિક દુલારી શરણ નામ ધારણ કરી આશ્રમમાં જ રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *