ધુરંધર બની સૌથી વધારે કમાણી કરનાર હિન્દી ફિલ્મ

ભારતમાં 838 કરોડ સહિત વર્લ્ડવાઇઝ 1300 કરોડની કમાણી રણવીર સિંહ સ્ટારર ’ધુરંધર’ મૂવી બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે. 5 ડિસેમ્બર 2025 ના રોજ…

ભારતમાં 838 કરોડ સહિત વર્લ્ડવાઇઝ 1300 કરોડની કમાણી

રણવીર સિંહ સ્ટારર ’ધુરંધર’ મૂવી બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે. 5 ડિસેમ્બર 2025 ના રોજ રિલીઝ થયેલી આ એક્શન સ્પાઇ થ્રિલર હાલમાં પણ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના બે મહિના પછી પણ ફિલ્મનો ક્રેઝ ઓછો થયો નથી. 17 ફેબ્રુઆરીના ’ધુરંધર’ એ સિનેમાઘરોમાં 75 દિવસ પૂરા કરી લીધા છે.’ધુરંધર’ ફિલ્મએ ભારતમાં અત્યાર સુધીમાં 838.32 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું છે. આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે જેણે ભારતમાં 800 કરોડ રૂૂપિયાનો આંકડો પાર કર્યો છે.

વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ 1300 કરોડ રૂૂપિયાથી વધારે કમાણી કરી ચૂકી છે. આ જવાન અને પુષ્પા 2 હિન્દી વર્ઝનના રેકોર્ડ તોડી દીધા છે. 150 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મએ અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની છે. ખાસ વાત તો એ છે કે 30 જાન્યુઆરી 2026 ના રોજ ફિલ્મએ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે, પરંતુ ત્યારબાદ દર્શકો તેને થિયેટરમાં જોવા જઈ રહ્યા છે. ફિલ્મએ સતત 28 દિવસ સુધી 10 કરોડથી વધારે કલેક્શન કર્યું હતું, જે એક રેકોર્ડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *