OTT પર ધુરંધર-2નો દબદબો, RRRનો રેકોર્ડ તોડી બની નંબર વન

આદિત્ય ધર દ્વારા નિર્દેશિત અને રણવીર સિંહ અભિનીત સ્પાઈ એક્શન થ્રિલર ફિલ્મ ’ધુરંધર 2: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ…

આદિત્ય ધર દ્વારા નિર્દેશિત અને રણવીર સિંહ અભિનીત સ્પાઈ એક્શન થ્રિલર ફિલ્મ ’ધુરંધર 2: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ઈતિહાસ રચી રહી છે. તાજેતરના આંકડા મુજબ, આ ફિલ્મે ઓટીટી પર અત્યાર સુધીની સૌથી વધુ જોવાતી ભારતીય ફિલ્મ બનીને નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ સાથે તેણે એસ.એસ. રાજમૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ ’RRR ’ને પણ પાછળ છોડી દીધી છે.

જિયો હોટસ્ટાર પર 7 જૂન, 2026ના રોજ રિલીઝ થયેલી ’ધુરંધર 2’ને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે તેના ડેબ્યૂ વીકમાં જ 50 મિલિયનથી વધુ વ્યૂઝ હાંસલ કરી લીધા છે, વધુમાં, નેટફ્લિક્સ સહિતના અન્ય પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ ડિજિટલ વર્ઝનને મળીને આ આંકડો 70 મિલિયન સુધી પહોંચી ગયો છે, જેણે જૂના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે.

અગાઉ, રામ ચરણ અને જુનિયર એનટીઆરની ’RRR ’ 50 મિલિયન વ્યૂઝ સાથે ટોચ પર હતી. ’ધુરંધર 2’ માત્ર ઓટીટી પર જ નહીં, પરંતુ સિનેમાઘરોમાં પણ વર્ષની સૌથી મોટી હિટ સાબિત થઈ છે. 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 1850.85 કરોડ રૂૂપિયાનો તોતિંગ બિઝનેસ કર્યો છે. ફિલ્મનું ભારતીય નેટ કલેક્શન 1186.32 કરોડ રૂૂપિયા રહ્યું હતું. આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફ્રેન્ચાઈઝી તરીકે ઉભરી આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *