ભારતમાં 1000 કરોડની કમાણી કરનાર પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની ધૂરંધર-2

આદિત્ય ધરની ફિલ્મ ’ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. રણવીર સિંહ અભિનીત આ સ્પાય થ્રિલર ફિલ્મે 18મા દિવસે 1000 કરોડ રૂૂપિયાનો આંકડો…

આદિત્ય ધરની ફિલ્મ ’ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. રણવીર સિંહ અભિનીત આ સ્પાય થ્રિલર ફિલ્મે 18મા દિવસે 1000 કરોડ રૂૂપિયાનો આંકડો પાર કર્યો છે, જે પોતાના માટે એક રેકોર્ડ બનાવે છે. ભારતીય બોક્સ ઓફિસ પર આવી સિદ્ધિ મેળવનારી આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે. 19 માર્ચે રિલીઝ થયેલી “ધુરંધર 2” દરરોજ બે આંકડાનો બિઝનેસ કરી રહી છે. આ એક્શન થ્રિલર ફિલ્મે અપેક્ષાઓ કરતાં વધુ પ્રદર્શન કર્યું છે અને તેના ત્રીજા અઠવાડિયામાં પણ થિયેટરોમાં જોરદાર ભીડ જોવા મળી રહી છે. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, “ધુરંધર 2” એ તેના 18મા દિવસે 28.75 કરોડ રૂૂપિયાની જંગી કમાણી કરી છે.

ફિલ્મે પહેલા અઠવાડિયામાં 674 કરોડ રૂૂપિયા અને બીજા અઠવાડિયામાં 263.65 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. આમ, ધુરંધર 2નું કુલ કલેક્શન 1013.77 કરોડ રૂૂપિયા થયું છે અને ગ્રોસ કલેક્શન હવે 1213.74 કરોડ રૂૂપિયા થયું છે. ‘ધુરંધર 2’ હવે બાહુબલી 2ને લક્ષ્ય બનાવી રહી છે જેણે 1030.42 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. વધુમાં ‘પુષ્પા 2’ (1234.10 કરોડ રૂૂપિયા) નો લાઈફટાઈમ કલેક્શન રેકોર્ડ પણ જોખમમાં છે. રણવીરસિંહ અભિનીત આ ફિલ્મે ‘RRR’ (₹782.20 કરોડ), ‘કલ્કી 2898 AD’ (₹646 કરોડ) અને ‘KGF 2’ (₹859.70 કરોડ) જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ‘જવાન’, ‘પઠાણ’, ‘સ્ત્રી 2’, અને ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પણ ‘ધૂરંધર 2’ ની સરખામણીમાં ફિક્કી પડી ગઈ છે. આશ્ચર્યજનક રીતે ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં જ વિશ્વભરમાં ₹1000 કરોડનો આંકડો પાર કરી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *