સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર અને એક આઉટ સોર્સિંગ પટ્ટાવાળો લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ચોક્કસ ફરિયાદના આધારે છટકું ગોઠવીને આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. સરકારી કચેરીમાં જ ભ્રષ્ટાચારના આ ખેલનો અંત આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના નાગપાશને નાથવા માટે એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના ઉચ્ચ હોદ્દેદાર અને એક કર્મચારીએ ખેત જમીનની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. જનતાની સેવા માટે નિમણૂક પામેલા આ કર્મચારીઓએ પોતાના અંગત સ્વાર્થ માટે ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવતા હતા, પરંતુ અંતે કાયદાના શરણે જવાનો વારો આવ્યો છે. એસીબી પોલીસની આ ત્વરિત અને આયોજનબદ્ધ કાર્યવાહીએ ભ્રષ્ટ માનસિકતા ધરાવતા સરકારી બાબુઓમાં ફફડાટ મચાવી દીધો છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ફરિયાદીના પિતાએ વેચાણથી રાખેલી ખેત જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે નાયબ મામલતદારે નાણાંની માંગણી કરી હતી. આ કામગીરી પૂર્ણ કરવાના બદલામાં શરૂૂઆતમાં 50 હજાર રૂૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી અને અધિકારી વચ્ચે વાટાઘાટાના અંતે 20 હજાર રૂૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટ અધિકારીએ આ રકમ સ્વીકારવાની તૈયારી બતાવતા જ મામલો એસીબી સુધી પહોંચ્યો હતો.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. એસીબીની ટીમે મળેલી ફરિયાદના આધારે લખતર મામલતદાર કચેરી ખાતે વ્યૂહાત્મક રીતે ટ્રેપ ગોઠવી હતી. આ આયોજન મુજબ, નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમારઅને આઉટસોર્સિંગ પટ્ટાવાળા કનકસિંહ વાધુભા ઝાલાએ જેવી 20,000 રૂૂપિયાની લાંચ સ્વીકારી, કે તરત જ પોલીસે તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા.
લાંચના નાણાં સાથે રંગેહાથ ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબીની ટીમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરીને બંનેની અટકાયત કરી છે.
સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને જનતા પાસેથી નાણાં પડાવતા આવા તત્વો સામેની આ કાર્યવાહીએ ભ્રષ્ટ કર્મચારીઓમાં ધ્રુજારી પેદા કરી દીધી છે. એસીબી હવે આ મામલે ઊંડી તપાસ કરીને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે.

