વઢવાણ પીજીવીસીએલના નાયબ ઈજનેર 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

  સુરેન્દ્રનગરના વઢવાણ પીજીવીસીએલના નાયબ ઈજનેર પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. ખેતરમાં નવા વીજ કનેક્શનની અરજી મંજુર કરવા બાબતે પાંચ હજારની લાંચ…

 

સુરેન્દ્રનગરના વઢવાણ પીજીવીસીએલના નાયબ ઈજનેર પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. ખેતરમાં નવા વીજ કનેક્શનની અરજી મંજુર કરવા બાબતે પાંચ હજારની લાંચ માગી હતી. રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠલ સુરેન્દ્રનગર એસીબીએ આ સફળ છટકુ ગોઠવ્યું હતું.
વઢવાણમાં રહેતા એક ખેડુતને પોતાના ખેતરમાં વીજ કનેક્શન મેળવવા માટે સુરેન્દ્રનગરના વઢવાણ ખાતેની પીજીવીસીએલ પેટા કચેરીમાં અરજી કરી હતી. જે અરજીમાં વીજ કનેક્શન આપવા માટેની કાર્યવાહી માટે નાયબ ઈજનેર પરેશ કુમાર વિઠલદાસ પંચાલે ખેડુતના ભત્રીજા પાસે તાત્કાલીક અરજી મંજુર કરવા માટે પાંચ હજારની લાંચ માંગી હતી. જે બાબતે ખેડુતના ભત્રીજાએ એસીબીનો સંપર્ક કરતા રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ એમ.ડી. પટેલને તેમની ટીમે છટકુ ગોઠવ્યું હતું. અને વઢવાણ પીજીવીસીએલ પેટા વિભાગની કચેરી ખાતે પાંચ હજારની લાંચ લેતા નાયબ ઈજનેર પરેશ પંચાલને રંગેહાથ ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *