2013માં આ ફિલ્મે 300 કરોડની કમાણી કરી હતી
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ પયે જવાની હૈ દીવાનીથ 2013માં રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે તેને રી-રિલીઝ કરવામાં આવી રહી છે. જે ફેન્સ તેને થિયેટરમાં નથી જોઈ શક્યા, તેઓ હવે થિયેટરમાં તેનો આનંદ માણી શકશે.
યે જવાની હૈ દીવાની 3 જાન્યુઆરીએ ફરી એકવાર થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવી હતી અને તેમાં આદિત્ય રોય કપૂર અને કલ્કી કોચલીન પણ હતા. આ ફિલ્મ 31 મે 2013ના રોજ રિલીઝ થઈ હતી. તેણે 2013માં બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે તેણે વિશ્વભરમાં 318 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 242 કરોડ રૂૂપિયા હતું. ફિલ્મ યે જવાની હૈ દીવાની 3 જાન્યુઆરીએ 46 શહેરોમાં 140 PVR Inox થિયેટરમાં રિલીઝ થશે.
કરણ જોહરે એક નિવેદનમાં કહ્યું, નવા વર્ષની શરૂૂઆત કરવા માટે યે જવાની હૈ દીવાની એક શાનદાર ફિલ્મ છે અને ધર્મા પ્રોડક્શન્સ માટે ખાસ છે. આ એક એવી વાર્તા છે જે તમામ પેઢીઓને અસર કરે છે. મુખર્જીએ કહ્યું, એક દાયકા કરતાં વધુ સમય પછી, હું હજી પણ વિશ્વાસ સાથે કહી શકું છું કે તેને બનાવવું એ મારા જીવનની સૌથી મોટી ખુશીઓમાંથી એક હતી.