પતિ સાથે લડતા વીડિયો પર પણ ખુલાસા કર્યા
હિસારની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરાએ તેના પતિ, ભારતીય કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન, દીપક હુડ્ડા સાથે લડતા વીડિયો પર મહિલા પોલીસ સ્ટેશનમાં સ્પષ્ટતા આપી છે. સ્વીટી બોરાએ હવે એવો આરોપ મૂક્યો છે તેના પતિ દિપક ગે છે અને તેને છોકરામાં વધારે રસ છે.
સ્વીટી બોરાએ કહ્યું કે દીપકે તેને ઉશ્કેરી હતી. મેં કોઈની સાથે લડાઈ નથી કરી. દીપકે મને કહ્યું છે કે તે મને મારી નાખશે. તે જ મને ઉશ્કેરતો હતો. મને હવે ગભરાટના હુમલા આવવા લાગ્યા છે. સ્વીટી રડી પડી અને કહ્યું, જો હું મરી જઈશ, તો શું તેને ફાંસી આપવામાં આવશે? સ્વીટીએ હિસાર એસપી સામે પણ આરોપો લગાવ્યા છે. મને જાણી જોઈને હિંસક બતાવવામાં આવી છે, સ્વીટી બોરાએ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાનો વીડિયો જાહેર કરવો જોઈએ. પણ જે વીડિયો હિસાર એસપી પાસે પોલીસ સ્ટેશનમાં હતો. તેને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તે પહેલાં અને તે દરમિયાન થયેલી વાતચીતો તે વિડિઓમાં બતાવવામાં આવી ન હતી. સ્વીટી બોરાએ કહ્યું કે મારા પિતા અને મામાના નામ પણ દીપક હુડ્ડાએ ઋઈંછમાં લખેલા છે. જ્યારે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મારા પિતા અને કાકા દીપકની નજીક પણ ગયા ન હતા. સ્વીટી બોરા પર એવો પણ આરોપ લાગ્યો છે કે તેણે પોલીસ સ્ટેશનમાં પતિ દિપક પર હુમલો કર્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
