15મી ઓગસ્ટનું સંબોધન મોદી યુવાનોને સમર્પિત કરે: દીપકેની માંગ

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે કોકરોચ જનતા પાર્ટી નવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. CJPની કોર ટીમની બેઠક અભિજીત દીપકેના નિવાસસ્થાને યોજાઈ…

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે કોકરોચ જનતા પાર્ટી નવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. CJPની કોર ટીમની બેઠક અભિજીત દીપકેના નિવાસસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં આગામી કાર્યયોજનાને લઈને ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ દીપકેએ 15 ઑગસ્ટના વડાપ્રધાનના ભાષણ અંગે પોતાની માંગ વ્યક્ત કરી.
દર વર્ષે આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરે છે. અમારી ઇચ્છા છે કે આ વખતે તેમનું ભાષણ ખાસ કરીને Gen Z અને યુવાનો માટે હોય. તેઓ પોતાના ભાષણમાં જણાવે કે સરકાર યુવાનો માટે શું કરી રહી છે અને તેમને વધુ સારું ભવિષ્ય કેવી રીતે આપી શકે છે.

હું દેશના લોકોને પણ અપીલ કરું છું કે આગામી એક અઠવાડિયા સુધી તેઓ પણ વડાપ્રધાનને વિનંતી કરે કે આ વખતનું ભાષણ યુવાનોને સમર્પિત હોય.” 6 ઑગસ્ટે અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટી ટૂંક સમયમાં એક નવું અભિયાન શરૂૂ કરશે, જેના દ્વારા સીધો જનતા સાથે સંવાદ સાધી શકાશે. આગામી મહિને સમગ્ર દેશમાં લોકો સાથે મુલાકાત કરીને તેમના પ્રશ્નો અને મુદ્દાઓ જાણવા માટે (શું કહે છે જનતા?) નામનું અભિયાન શરૂૂ કરવામાં આવશે. આ અંગેની માહિતી દીપકેએ એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *