સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, ચાંદી 4000 અને સોનુ ₹900 તૂટ્યું

શેરબજારમાં સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 100 પોઈન્ટ ઉપર ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં કડાકા બોલી રહ્યા…

શેરબજારમાં સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 100 પોઈન્ટ ઉપર

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં કડાકા બોલી રહ્યા છે ગ્રાહકો માટે આ ધનતેરસ અને દિવાળીમાં ઓછા ભાવથી ખરીદી કરવાનો મોકો મળશે. ગઈકાલે પણ સોના અને ચાંદી માર્કેટમાં ઘટાડો નોંધાયા બાદ આજે પણ બંને ધાતુમાં ઘટાડો યથાવત રહ્યો હતો ચાંદીના ભાવમાં આજે પણ 4000 રૂૂપિયાનું ગાબડું પડ્યું છે જ્યારે સોનાના ભાવમાં 900 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

બજારની વાત કરીએ તો અત્યારે ચાંદીનો ભાવ ₹1,85,150 પર જોવા મળી રહ્યો છે જ્યારે સોનાનો ભાવ ₹1,41,620 પર જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં જ સોનામાં 2900 રૂૂપિયા અને ચાંદીમાં 17000 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ ગઈકાલે શેર બજારમાં તેજી જોવા મળ્યા બાદ આજે પણ શેરબજારમાં આંશિક તેજી જોવા મળી રહે છે સેન્સેક્સ 400 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે જ્યારે નિફ્ટી પણ 100 પોઈન્ટ ઉપર જોવા મળી રહી છે. એક સમયે સેન્સેક્સમાં 650 તેજી પણ જોવા મળી હતી જો કે ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળતા હાલ સેન્સેક્સ 300 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. આજે નિફ્ટી ફાર્મા અને નિફ્ટી આઈટી માં ભારે ખરીદી જોવા મળી હતી જેના સહારે આજે શેરબજાર ટકી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *