દલિત પરિવારને સ્મશાને ન જવા દેતા વૃધ્ધાની માર્ગ વચ્ચે અંત્યેષ્ટિ

બિહારના વૈશાલી જિલ્લામાંથી એક એવી તસવીર સામે આવી છે જેણે માનવતા અને વહીવટીતંત્ર બંનેને હચમચાવી દીધા છે. અહીં એક મહાદલિત પરિવારે રસ્તો ન મળવાને કારણે…

બિહારના વૈશાલી જિલ્લામાંથી એક એવી તસવીર સામે આવી છે જેણે માનવતા અને વહીવટીતંત્ર બંનેને હચમચાવી દીધા છે. અહીં એક મહાદલિત પરિવારે રસ્તો ન મળવાને કારણે મજબૂરીમાં પોતાની વયોવૃદ્ધ માતાના અંતિમ સંસ્કાર રસ્તાના ચોક પર જ કરવા પડ્યા હતા.

ગરોલ પોલીસ સ્ટેશન વિસ્તારના સોંધો મુબારકપુર માંઝી ટોલામાં 91 વર્ષીય ઝપકી દેવીનું અવસાન થયું હતું. જ્યારે પરિવારજનો મૃતદેહ લઈને સ્મશાન ઘાટ તરફ જવા નીકળ્યા ત્યારે તેમને રસ્તામાં અડચણનો સામનો કરવો પડ્યો હતો. પરિજનોનો આરોપ છે કે, સ્મશાન જવાના જાહેર રસ્તા પર સ્થાનિક દુકાનદારોએ દબાણ કરી રાખ્યું છે અને તેમને આગળ જતા રોકી દીધા હતા.

લાંબો સમય વિનંતી કરવા છતાં જ્યારે રસ્તો ન આપવામાં આવ્યો ત્યારે આક્રોશિત અને દુ:ખી પરિવારે રસ્તાના ચોક પર જ ચિતા સજાવી અને અંતિમ સંસ્કાર કરી દીધા. મૃતકના પુત્ર સંદેશ માંઝીએ જણાવ્યું કે, જ્યારે અમને સ્મશાન જવાનો રસ્તો જ ન મળ્યો, ત્યારે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તો લાંબા સમયથી બંધ છે અને અનેક ફરિયાદો છતાં કોઈ પગલાં લેવાયા નથી. નવાઈની વાત એ છે કે પોલીસ અંતિમ સંસ્કાર પહેલા ઘટનાસ્થળે આવી હતી, પરંતુ કંઈપણ કર્યા વગર ત્યાંથી જતી રહી હતી.

આ ઘટનાની ગંભીરતાને જોતા વૈશાલીના કલેક્ટર (DM) વર્ષા સિંહે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. જઉઘ, ઉજઙ અને ઇઉઘ આ મામલે સંયુક્ત તપાસ કરશે. તંત્રએ દાવો કર્યો છે કે દબાણ કરનારાઓ અને બેદરકારી દાખવનાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *