નવરાત્રિ પહેલાં ગુરદીપ મેહંદીનું ગુજરાતી ગીત ‘માવડી’ રીલિઝ

નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે પંજાબી ગાયક અને પરફોર્મર ગુરદીપ મેહંદીએ સારેગામા સાથે મળીને પોતાનું ગુજરાતી ગીત ’માવડી’ રજૂ કર્યું છે. પરંપરાગત ગુજરાતી ડાકલાના…

નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે પંજાબી ગાયક અને પરફોર્મર ગુરદીપ મેહંદીએ સારેગામા સાથે મળીને પોતાનું ગુજરાતી ગીત ’માવડી’ રજૂ કર્યું છે. પરંપરાગત ગુજરાતી ડાકલાના તાલ અને આધુનિક સંગીતના સંયોજનથી તૈયાર કરવામાં આવેલું આ ગીત નવરાત્રિના માહોલમાં નવી ઉર્જા ઉમેરતું જોવા મળી રહ્યું છે.
ગુરદીપ મેહંદી પંજાબી સંગીત માટે જાણીતા છે, પરંતુ તેમણે સમયાંતરે વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ સંગીત રજૂ કર્યું છે. ગુજરાતી, મરાઠી અને તેલુગુ સહિતની ભાષાઓમાં કામ કરી ચૂકેલા ગુરદીપનું ગુજરાતી શ્રોતાઓ સાથે પણ લાંબા સમયથી જોડાણ રહ્યું છે.

’માવડી’ વિશે વાત કરતાં ગુરદીપ મેહંદીએ જણાવ્યું કે પોતાનું ગુજરાતી ગીત ગાવાનું તેમનું લાંબા સમયથી સપનું હતું. ગુજરાતી સંસ્કૃતિ, લોકોની ઉષ્મા અને તહેવારો સાથે જોડાયેલી ઊર્જા તેમને હંમેશાં પસંદ રહી છે. તેમના જણાવ્યા મુજબ, આ ગીતમાં ડાકલાની પરંપરાગત શૈલીને પોતાની ગાયકીની ઉર્જા સાથે રજૂ કરવાનો અનુભવ ખાસ રહ્યો. ’માવડી’માં લોકસંગીતના પરંપરાગત તાલને આધુનિક સંગીતની રજૂઆત સાથે જોડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *