1 સપ્ટેમ્બર સુધી અરજી થઇ શકશે, ઉમેદવારોની સંખ્યા વધતા પરીક્ષા બે દિવસ લેવાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી 6 સપ્ટેમ્બરના રોજ યોજાનારી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટની 22મી આવૃત્તિની પરીક્ષા સ્થગિત કરાઈ છે. આ સાથે જ, જે ઉમેદવારો અગાઉ અરજી કરવાથી વંચિત રહી ગયા હતા તેમને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વધુ એક તક આપતા ઓનલાઇન અરજી પોર્ટલ પુન: શરૂૂ કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારો પરીક્ષા માટે પહેલી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બોર્ડ પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે. આ વખતે ઉમેદવારોની સંખ્યામાં ધરખમ વધારો થવાની શક્યતા જણાતા પરીક્ષાનું બે દિવસ આયોજન કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા એક નિર્દેશ અનુસાર, દેશભરના તમામ પાત્ર શિક્ષકોને નિર્ધારિત ઝઊઝની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પૂરતી અને વાજબી તક મળવી જોઈએ. આ નિર્દેશને ધ્યાનમાં રાખીને અને ઉમેદવારોના વ્યાપક હિતમાં CBSE એ અગાઉ બંધ થયેલી અરજી પ્રક્રિયાને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. હવે વંચિત રહી ગયેલા તમામ ઉમેદવારો 1 સપ્ટેમ્બર સુધી વેબસાઇટ પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
CBSE એ સ્પષ્ટતા કરી છે કે, જે ઉમેદવારોએ અગાઉની અરજી પ્રક્રિયા દરમિયાન સફળતાપૂર્વક ફોર્મ ભરીને ફી ચૂકવી દીધી છે, તેમણે ફરીથી અરજી કરવાની જરૂૂર નથી. તેમની અગાઉની અરજી જ માન્ય ગણવામાં આવશે. ઓનલાઇન પોર્ટલ બંધ થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષાની નવી તારીખ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશભરની પ્રાથમિક શાળાઓમાં વર્ષોથી નોકરી કરતા હજારો સેવારત શિક્ષકો માટે નોકરીમાં ટકી રહેવા કે પ્રમોશન મેળવવા માટે 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પાસ કરવી અનિવાર્ય બની છે. જે શિક્ષકો પાસે નિયત સમયમર્યાદામાં ટેટનું પ્રમાણપત્ર નહીં હોય તેમણે રાજીનામું આપવું પડશે અથવા નિવૃત્ત થવું પડશે.
આ કારણસર આ વખતે CTET પરીક્ષામાં બેસનારા શિક્ષકો અને ઉમેદવારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આમ, હવે બોર્ડ દ્વારા અરજીની તક આપતા મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા છે. CTET પરીક્ષાના ઉમેદવારોએ અરજી સાથે એક પેપરની ફી રૂૂ. 2 હજાર અને બંને પેપર માટેની ફી રૂૂ. 1200 ભરવાની રહેશે. જ્યારે અનામત કેટેગરી માટે એક પેપરની ફી રૂૂ. 500 અને બંને પેપરની ફી રૂૂ. 600 નક્કી કરાઈ છે. પરીક્ષા પાસ કરવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારોએ 150માંથી 90 ગુણ અને અનામત વર્ગના ઉમેદવારોએ 82 ગુણ લાવવાના રહેશે. લાયકાત વગરના શિક્ષકો પર સમય મર્યાદા પૂર્ણ થયા બાદ કડક પગલાં લેવામાં આવનાર હોવાથી ઉમેદવારોની સંખ્યા વધશે તે નક્કી છે.
