સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે કાર્યવાહી શરૂૂ થયા પછી બંને ગૃહો વારંવાર સ્થગિત થઈ રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ પછી મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી આપતાં સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ નવી દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના વિરોધ અને પ્રસ્તાવિત સંસદ કૂચ પર પોલીસ કાર્યવાહી વિશે ગૃહના નેતા અને કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ બોલવાનું શરૂૂ કરતાં જ રાજ્યસભામાં હોબાળો મચી ગયો.
વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેટલાક વિપક્ષી સાંસદો આજ રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા અને તેમને વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી “ક્રૂરતા” અને પરીક્ષા સંકટ માટે સરકારની “જવાબદારીના સંપૂર્ણ અભાવ” પર ગૃહમાં ચર્ચા કરવાની મંજૂરી આપવા વિનંતી કરી. રાજ્યસભામાં સંજય સિંહ સહિત અઅઙ સાંસદો સંસદ પરિસરની બહાર સૂત્રોચ્ચાર કરતા અને કાર્યવાહીનો વિરોધ કરતા જોવા મળ્યા.
સંસદ પરિસરની બહાર બોલતા, વિરોધી પક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોના પ્રતિનિધિમંડળને કહ્યું કે સીજેપી વિરોધ કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી “ક્રૂરતા” પર ચર્ચા કરવા માટે તેમને સરકારની પરવાનગીની જરૂૂર છે.
ગાંધીએ સંસદની બહાર કહ્યું, “વડાપ્રધાન શા માટે ચૂપ છે? તેમણે પોલીસ દ્વારા માર મારનારા વિદ્યાર્થીઓની માફી પણ માંગી નથી. તેમણે બોલવું જોઈએ અને આ બકવાસ (વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી)નો અંત લાવવો જોઈએ. અહેવાલ મુજબ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઘાયલ દેખાવકારોને હોસ્પીટલમાં મળવા જશે. આ ઉપરાંત વિપક્ષ રાષ્ટ્રપતિ ભવન સુધી કુચ યોજવા યોજના બનાવી રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પોલીસ કાર્યવાહી પર સંસદમાં ચર્ચાની માંગ કરી. “શા માટે ન્યાયની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓને ઘાતકી લાઠીઓ અને આંસુ ગેસનો સામનો કરવો પડ્યો? શા માટે સંસદ વર્ચ્યુઅલ રીતે સીલ કરવામાં આવી અને ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું? વારંવાર પેપર લીક અને લાખો યુવાનોની વેદનાની જવાબદારી કોણ લેશે?” ખડગેએ પૂછ્યું. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી હતી. “સરકારે તાત્કાલિક સંસદમાં આ મુદ્દા પર સંપૂર્ણ ચર્ચા કરવાની મંજૂરી આપવી જોઈએ. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ મામલાની નૈતિક અને રાજકીય જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ,” ખડગેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંસદમાં અમારો અવાજ દબાવી દેવામાં આવે છે સરકાર કોઇને પણ સાંભળવા માંગતી નથી.
આ તો હિટલર-યુગ: વિદ્યાર્થીઓ અસુરક્ષિત માથા લઇ આવ્યા હતા: અખિલેશ
સપાના વડા અખિલેશ યાદવે વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને નીટ પેપર લીક અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પરના કાર્યવાહીની તુલના હિટલર યુગ સાથે કરી, નોંધ્યું કે સાદા પોશાક પહેરેલા વ્યક્તિઓ વિદ્યાર્થીઓને લાઠીઓ (ડંડા) થી મારતા હતા. તેમણે દાવો કર્યો કે મંત્રીઓ પર રાજીનામું આપવા માટે કોઈ દબાણ નથી કારણ કે તેમના રાજીનામાથી છુપાયેલા રહસ્યો ઉજાગર થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અસુરક્ષીત માથા સાથે આવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા ઘણા વિદ્યાર્થીઓને માથામાં ઈજા થઈ હતી, ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓના હાડકાં પણ તૂટી ગયા હતા.
