ક્રૂડ તેલ ઉછળીને ફરી 100 ડોલરને પાર, શેરબજારમાં સતત બીજે દિવસે ઘટાડો

ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિના બદલે ઘર્ષણની સ્થિતિ વધી રહ્યાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળ્યા હતા. ઈરાનના સૈનિકોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી બ્લોક…

ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિના બદલે ઘર્ષણની સ્થિતિ વધી રહ્યાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળ્યા હતા. ઈરાનના સૈનિકોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી બ્લોક કર્યાના વાવડના પગલે ક્રૂડના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. આજે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 104 ડોલર સુધી પહોંચી ગયો છે. ક્રૂડ તેલની બજારમાં છેલા ત્રણ સેશનમાં 13% નો વધારો નોંધાયો છે. ડોલરની સામે રૂૂપિયો પણ આજે વધુ 30 પૈસા નબળો પડતા ડોલરનો ભાવ ફરી એક વખત 94.12 ને પાર થયો છે.

હવે એશિયાના રિફાઈનર્સ જહાજોનો માર્ગ અરબી પનામા કેનાલ તરફ જતાં પ્રિમિયમો વધી જતા અને ડોલરનો ભાવ ઊંચકાતા ક્રૂડના ભાવ વધતા તેની વ્યાપક અસર શેરબજાર પર જોવા મળી રહી છે. ગઈકાલે સેન્સેક્સ 750 અંક તૂટ્યા બાદ આજે પણ શેરબજારમાં શરૂૂઆતમાં 830 પોઇન્ટ નું ગાબડું પડી ગયું હતું. અનેક દિગ્ગજ શેર માં વેચવાલી જોવા મળી હતી.નિફ્ટી પણ 200 પોઇન્ટ તૂટી હતી. બીજી બાજુ બેંક નિફટી પણ 810 પોઈન્ટ તુટી સરકારી તેમજ પ્રાઈવેટ બેંકના શેર નીચે જોવા મળી રહ્યાં છે.

બીજી બાજુ આજે સોના ચાંદીમાં મંદી જોવા મળી છે. આજે સોનામાં 800 રૂૂપિયા તૂટી જતા વાયદાબજારમાં ભાવ 151900 અને રાજકોટમાં હાજર ભાવ 155440 જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીમાં 6000 નો ઘટાડો જોવા મળ્યો છે.હાલ વાયદાબજારમાં ચાંદીનો ભાવ 242600 અને રાજકોટની હાજર બજારમાં ચાંદીનો ભાવ 251800 જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *