15 દિવસમાં નિફ્ટી 1000 પોઇન્ટ અને સેન્સેક્સમાં 2500 અંક તૂટતા રોકાણકારો ધોવાયા, ચાંદીમાં 2200 અને સોનામાં 1100 રૂપિયાનો સુધારો
અમેરિકા અને ઈરાન વચ્ચેનું કોકડું છેલ્લા કેટલાક દિવસોમાં વધુ ગૂંચવાયું છે. હોર્મુઝ સ્ટ્રેઈટને લઈને હજુ પણ બંને દેશો વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યો છે અને બંને દેશો દ્વારા હુમલા પણ કરવામાં આવ્યા છે ત્યારે વિશ્વભરમાં ક્રૂડના ભાવમાં મોટો ભડકો થયો છે. આજે બ્રેન્ડ ક્રુડ નો ભાવ 100 ડોલરને પાર પહોંચી જતા અનેક દેશોની બજાર ઉપર તેની અસર જોવા મળી રહી છે. ક્રુડ 100 ડોલરને પાર થતા આ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં મોટી હલચલ જોવા મળી રહી છે. બુધવારે ટ્રેડિંગની શરૂૂઆત થતાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 600 થી વધુ પોઈન્ટ્સ ગગડી ગયો હતો. આ તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી પણ 23,500 ની મહત્ત્વપૂર્ણ સપાટી તોડીને નીચે આવી ગયો હતો. બજારની આ કડાકા ભરેલી સ્થિતિથી રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ભયાનક સ્તરે યુદ્ધ શરૂૂ થતાં ફરી એકવાર ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલરને આંબી ગઈ છે જેના કારણે બજારનો મૂડ બગડ્યો છે. ભારતની ઈક્વિટી માર્કેટમાં લગભગ બધા જ સેક્ટરમાં આજે વેચવાલી જોવા મળી હતી. ઓટો, આઇટી કંપની, ફાર્મા રીયલ્ટી સહિતના શહેરો નીચે જોવા મળ્યા હતા. બેંક નિફ્ટી અને કેપ નિફ્ટી પણ 300 પોઈન્ટ નીચે જોવા મળી હતી. ડોલરની સામે ભારતનો રૂૂપિયો પણ આજે નબળો પડતા ડોલરનો ભાવ 95 ની નજીક પહોંચ્યો છે. એક બાજુ રૂૂપિયો નબળો પડતા અને બીજી બાજુ નો ભાવ 100 ડોલરને પાર થતાં ભારતીય શેરબજારમાં સવારના સત્રમાં ભારે વેચવાલી જોવા મળી હતી જોકે બપોર બાદ આંશિક સુધારો શેર બજારમાં જોવા મળ્યો હતો.
જોકે સોના ચાંદીમાં આજે સુધારો જોવા મળ્યો હતો ચાંદીમાં 2200 રૂૂૃપિયાનો વધારો જોવા મળ્યા બાદ સોનામાં પણ 1100 રૂૂપિયાનો વધારો નોંધાયો હતો. છેલ્લા 15 દિવસમાં નિફ્ટીમાં 1000 પોઇન્ટનું અને સેન્સેક્સ માં પણ 2500 પોઇન્ટ નું ગાબડું પડી ગયું છે. 2 સપ્તાહમાં રોકાણકારોના અબજો રૂૂપિયાનું ધોવાણ થઈ ગયું છે.
