ક્રાઇમ

બિહારમાં CPI નેતાની ગોળી ધરબીને હત્યા

Published

on

બિહારના અરવલ જિલ્લામાં CPI-ML ના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સોમવારે સાંજે અપરાધીઓએ CPI-ML નેતા સુનીલ ચંદ્રવંશીને ગોળી મારી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સુનીલ ચંદ્રવંશી સોમવારે સાંજે બજારથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન બાઇક પર સવાર અજાણ્યા બદમાશોએ તેમને રસ્તામાં રોક્યા અને ગોળી મારી દીધી.


આ સમગ્ર મામલો જિલ્લાના કિંજર પોલીસ સ્ટેશન વિસ્તારના છક્કન બીઘા ગામનો છે. અહીં સોમવારે સાંજે CPI-ML નેતા સુનીલ ચંદ્રવંશી કાર્પી બજારથી પોતાના ઘરે આવી રહ્યા હતા. દરમિયાન બાઇક પર સવાર ગુનેગારોએ તેના પર હુમલો કર્યો અને રસ્તામાં ગોળીઓ મારી દીધી હતી. ગોળી વાગતાં સુનીલ ચંદ્રવંશી ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી, ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી. પોલીસ તાકીદે સુનીલ ચંદ્રવંશીને સદર હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સદર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.


ઘટના અંગે માહિતી આપતાં અરવલના એસપી રાજેન્દ્રકુમાર ભીલે કહ્યું કે એવી આશંકા છે કે ગુનેગારોએ બદલો લેવાના ઈરાદે ગોળી મારીને હત્યા કરી હશે. તેમણે કહ્યું કે પોલીસની ટીમ ગુનેગારોને પકડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પરિવારજનોએ આપેલા નિવેદનના આધારે પોલીસ દરોડા પાડવામાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version