Site icon Gujarat Mirror

ક્ધટેનર પલટી કાર ઉપર પડતાં દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા

જુના ઘૂટું રોડ પરથી પુરપાટ વેગે જતું ક્ધટેનર પલટી મારી ગયું હતું અને કાર માથે પડતા માઠા પ્રસંગમાંથી પરત ફરતા દંપતીનું કમકમાટીભર્યું મોત થયું છે બનાવને પગલે દંપતીના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

ટંકારાનું દંપતી હળવદ માઠા પ્રસંગે ગયું હતું અને પરત ફરતું હતું ત્યારે જુના ઘૂટું રોડ પર ક્ધટેનર ચાલકે અકસ્માત સર્જ્યો હતો ક્ધટેનર પલટી મારી ગયું હતું અને કાર ઉપર પડ્યું હતું કારમાં ચાર લોકો સવાર હતા જે પૈકી મંજુબેન મનસુખભાઈ કુંઢીયા (ઉ.વ.40) અને મનસુખભાઈ મનજીભાઈ કુંઢીયા (ઉ.વ.45) એમ પતિ પત્નીના મોત થયા છે તેમજ કારમાં સવાર નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા અને જયાબેન નાથાભાઈ કુંઢીયા નામના દંપતીને ઈજા પહોંચી છે.

મંજુબેનના ભાઈનું અવસાન થયું હોવાથી હળવદ માઠા પ્રસંગે ગયા હતા અને પરત ટંકારા જતા હતા
ત્યારે મોરબીના જુના ઘૂટું રોડ પર કાલનો ભેટ થયો હતો ક્ધટેનર પલટી મારી કાર ઉપર પડતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં સવાર બે દંપતી પૈકી એક દંપતીનું મોત થયું છે તો અન્ય દંપતીને ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

Exit mobile version