મોરબીના ધરમપુર રોડ પર લાભનગર નજીક પોલીસની 112 જનરક્ષક પોલીસ વાનના ચાલકે રીક્ષા અને ઇકો સપોર્ટ કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં મહિલાઓ સહીત 5 ને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે પોલીસે આરોપી વાન ચાલકની ધરપકડ કરવાને બદલે નોટીસ આપી છે તેમજ બ્લડ સેમ્પલ લઈને રતહ માં મોકલી આપ્યું છે જેનો રીપોર્ટ આવ્યા બાદ નશો કર્યો હતો કે નહિ તે સ્પષ્ટ થશે.
મોરબીના વેજીટેબલ રોડ પર રહેતા જગદીશભાઈ બાબુભાઈ અગેચણીયાએ 112 જનરક્ષક પોલીસ વાનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 12 ના સાંજે સાડા આઠેક વાગ્યે આરોપી જનરક્ષક પોલીસ વનના ચાલકે ધરમપુર રોડ પર લાભનગર નજીક પુરઝડપે પોલીસ વાન બોલેરો જીજે 36 જી 0193 વાળી ફરિયાદીની રીક્ષા જીજે 36 ડબલ્યુ 4462 વાળી સાથે ભટકાડી પાછળ આવતી ઇકો સ્પોર્ટ કાર જીજે 36 જેઆર 7676 સાથે ટકરાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં રીક્ષામાં બેસેલ મહિલાઓ સહીત પાંચને ઈજા પહોંચી હતી તેમજ વાન ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી વાનના ચાલકને ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જોકે સારવાર મળ્યા બાદ વાન ચાલક પોલીસ કર્મચારી અજય લાવડીયાની ધરપકડ કરવામાં આવી નથી પોલીસ કર્મચારીને નોટીસ આપી છે તેમજ બ્લડ સેમ્પલ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે જેનો રીપોર્ટ આવ્યા બાદ નશો કર્યો હતો કે નહિ તે સ્પષ્ટ થશે.
