માળિયા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોત

માળિયાના હરીપર ગોલાઈથી માળિયા તરફ રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી જતી ઇકો કાર આગળ જતા અજાણ્યા વાહન પાછળ ઘુસી જતા ઇકો કારના ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત…

માળિયાના હરીપર ગોલાઈથી માળિયા તરફ રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી જતી ઇકો કાર આગળ જતા અજાણ્યા વાહન પાછળ ઘુસી જતા ઇકો કારના ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને બાજુમાં બેસેલ એક વ્યક્તિના ઈજા પહોંચી હતી.

કચ્છના ભચાઉ તાલુકાના રહેવાસી સાગર રાજેશભાઈ ઉપાધ્યાય (ઉ.વ.31) વાળાએ ઇકો કાર જીજે 12 એફડી 0211 ના ચાલક જયદેવભાઈ રાજેશભાઈ ઉપાધ્યાય (ઉ.વ.35) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ ઇકો કાર ચાલક જયદેવભાઈએ પોતાની ઇકો કાર પુરઝડપે ચલાવી માળિયા પહેલા હરીપર ગોલાઈથી માળિયા તરફ રેલ્વે ઓવરબ્રિજ પર પુરઝડપે ચલાવી આગળ જતા અજાણ્યા વાહન પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ઇકો કારના ચાલક જયદેવભાઈ ઉપાધ્યાયને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને બાજુમાં બેસેલ ગુલામ જુમાભાઈ સમેજાને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.