ક્રાઇમ

સુરતમાંથી ફરી ઝડપ્યો નકલીનો વેપલો, હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને કરાતું ડુપ્લીકેટ માલનું વેચાણ

Published

on

સુરતમાંથી વધુ એક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં બ્રાન્ડેડ સાબુ અને લીક્વીડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલવાળી ચીજ વસ્તુઓ નકલી બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

નકલી વસ્તુઓ બનાવીને પેકિંગ પર હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું. ઓરિજનલ કંપનીના અધિકારીઓને શંકા જતા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ફેક્ટરીમાં ઓચિંતી રે઼ડ પાડીને બોગસ વસ્તુઓ બનાવવા માટે વપરાતા રો-મટિરીયલનો મોટો જથ્થો ઝડપ્યો હતો.

મળતી માહિતી અનુસાર સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં આ ફેક્ટરી ચાલતી હતી. જેમાં સરથાણા પોલીસે છાપો મારી નકલી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ઘટનામાં ફેક્ટરી પાસે ખોરાક અને ઔષધ નિયમનની મંજૂરી પણ ન હોવાનું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version