અર્થતંત્રની ગતિ વધારવા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા વિચારણા: બજેટમાં અનેક રાહતો મળશે

ક્ધફફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના બજેટ સૂચનોમાં ઇંધણ પર એક્સાઇઝ ડયુટી ઘટાડવાની ભલામણ કરી છે. જેના કારણે વપરાશ વધારી શકાય.…

ક્ધફફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના બજેટ સૂચનોમાં ઇંધણ પર એક્સાઇઝ ડયુટી ઘટાડવાની ભલામણ કરી છે. જેના કારણે વપરાશ વધારી શકાય. ઉદ્યોગ સંગઠને જણાવ્યું છે કે વપરાશ વધારવા માટે ખાસ કરીને નિમ્ન આવક સ્તરે આ છૂટ આપવી જોઇએ. કારણકે ઇંધણની કીંમતો ફુગાવાને ખૂબ જ વધારે છે. બજેટમાં 20 લાખ રૂૂપિયા પ્રતિવર્ષ સુધીની વ્યક્તિગત આવક માટે માર્જિનલ ટેક્સ દરોને ઘટાડવા અંગે પણ સરકારને વિચાર કરવા જણાવ્યું છે.સીઆઇઆઇએ જણાવ્યું છે કે આનાથી વપરાશ, ઉચ્ચ વિકાસ અને ઉચ્ચ ટેક્સ આવકના ચક્રને ગતિ આપવામાં પણ મદદ મળશે.સૂચનોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વ્યકિતઓ માટે મહત્તમ માર્જિનલ દર 42.74 ટકા અને સામાન્ય કોર્પોરેટ ટેક્સ દર 25.17 ટકાની વચ્ચેનું અંતર વધારે છે. આ સ્થિતિમાં ફુગાવાએ નિમ્ન અને મધ્યમ આવકવાળાઓની ક્રય શકિતને ઓછી કરી દીધી છે.
સીઆઇઆઇએ જણાવ્યું છે કે સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી પેટ્રોલના રીટેલ કીંમતના લગભગ 21 ટકા અને ડીઝલ માટે 18 ટકા છે. મે 2022થી આ ડયુટીને વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 40 ટકાના ઘટાડાને અનુરૂૂપ સમાયોજિત કરવામાં આવી નથી. ઇંધણ પર એક્સાઇઝ ડયુટી ઘટાડવાથી ફુગાવાને ઘટાડવા અને ખર્ચ કરવા યોગ્ય આવક વધારવામાં મદદ મળશે. સીઆઇઆઇએ ઓછા આવકવાળા જૂથોને લક્ષમાં રાખી ક્ધઝમ્પશન વાઉચર શરૂૂ કરવાનું સૂચન કર્યુ છે. જેથી આ સમયગાળામાં કેટલીક ખાસ વસ્તુઓ અને સેવાઓની માંગને વેગ આપી શકાય. વાઉચરને વિશિષ્ટ વસ્તુઓ અને સેવાઓ પર ખર્ચ કરવા માટે આપી શકાય છે અને ખર્ચ સુનિશ્ચિત કરવા માટે આ એક નક્કી કરેલા સમયગાળા (6 થી 8 મહિના) માટે માન્ય રાખી શકાય છે.

મનરેગા હેઠળ લઘુતમ મજૂરી 267 રૂૂપિયાથી વધારી 375 રૂૂપિયા કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. ઉદ્યોગ એકમનું માનવું છે કે આનાથી સરકાર પર 42000 કરોડ રૂૂપિયાનું બોજ પડશે. પીએમ-કિસાન યોજના હેઠળ વાર્ષિક ચુકવણીની રકમ 6000 રૂૂપિયાથી વધારી 8000 રૂૂપિયા કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. જો આ યોજનાના 10 કરોડ લાભાર્થીઓ હોય તો તેનાથી સરકાર પર 20 હજાર કરોડ રૂૂપિયાનો બોજ પડશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *