ગુજરાત

મનપાના વર્ગ-2ના કર્મચારીઓ સાતમા પગાર પંચથી વંચિત, દરખાસ્ત પેન્ડિંગ

Published

on

અટલ સરોવર ખાતે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 45.55 કરોડના ખર્ચને બહાલી

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ અટલ સરોવર ખાતે મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ કરવામાં આવેલ 57 પૈકી એક દરખાસ્ત નામંજુર કરી એક દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડીંગ રાખી બાકીની 55 દરખાસ્તના રૂપિયા 45.55 કરોડના ખર્ચને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આજની સ્ટેન્ડીંગમાં પણ મનપાના વર્ગ-2ના કર્મચારીઓને સાતમા પગાર પંચની અમલવારી કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે ફરી વખત અભ્યાસ માટે પેન્ડીંગ રાખવામાં આવી છે. જ્યારે ગુલાબનગર કોમ્યુનિટી સંચાલનનું દતક યોજના હેઠલ રોટરી ક્લબને બે વર્ષ માટે સોંપવાની દરખાસ્ત નામંજુર કરવામાં આવી છે.


મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલ 57 દરખાસ્તો પૈકી વર્ગ-2માં ફરજ બજાવતા અધિકારીઓને સળંગ નોકરીના 12 વર્ષ બાદ લેવલ-11 મુજબ સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણ મળવા પાત્ર છે તે અંગેની દરખાસ્ત ફરી વખત રજૂ કરવામાં આવેલ જે ચર્ચા કરવાની બાકી હોય પેન્ડીંગ રાખવામાં આવી હતી. તેવી જ રીતે ગુલાબનગર કોમ્યુનિટી સેન્ટરનું સંચાલન રોટરી ક્લબને બે વર્ષ માટે સોંપવાની દરખાસ્ત નામંજુર કરવામાં આવેલ. જ્યારે મનપાની હદમાં નવા બાંધકામોને મંજુરી માટે વસુલવામાં આવતી બેજ એફએસઆઈની ઉપર વધારાની એફએસઆઈની રકમ તથા ટીપી સ્કીમ અંતર્ગત ઈન્ક્રીમેન્ટલ ચાર્જીસની રકમ વસુલવા માટે નવી નીતિ આજની સ્ટેન્ડીંગમાં નક્કી કરવામાં આવી હતી.


ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કુલ 57 દરખાસ્ત મુકવામાં આવી હતી. જે પૈકી 55 દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. તેમાં ભુગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે ખાનગી એજન્સીને કામ આપવાની દરખાસ્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નં. 13માં પ્રાયોગીક ધોરણે ભુગર્ભ ગટર ફરિયાદોના નિકાલ માટે ખાનગી એજન્સીને કામ આપવામાં આવનાર છે. આ સિવાય મહદઅંશે પેવીંગ બ્લોક, કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, ટીબી સેન્ટર જેવા વિકાસ કામો અંગેની દરખાસ્તોનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકામાં જુદા જુદા વોર્ડમાં આવેલ સ્માર્ટ સોસાયટીની ગ્રાન્ટમાં પણ વધારો કરવા તેમજ મહાનગરપાલિકાના સ્મશાનના સંચાલક માટે સામાજીક સંસ્થાઓને હાલમાં ચુકવાતી માસીક ગ્રાન્ટમાં પણ વધારો કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે મંજુર કરવમાં આવી હતી.

તેમજ ટીઆરપી ગેમઝોનમાં આરએમસીના 8 અધિકારીઓ હાલ જેલ હવાલે છે જેનાથી ક્લાસ-1 અધિકારી એમ.ડી. સાગઠિયા અને આઈ.વી. ખેર સામે ફોજદારી કામ ચલાવવા માટે આરએમસીની મંજુરીની જરૂર હોય આ બાબતેની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જેનો અભ્યાસ કરી રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાના વર્ગ-1ના અધિકારી મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા, ટાઉન પ્લાનીંગ ઓફિસર તેમજ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાના વર્ગ-1ા અધિકારી ઈલેશકુમાર વાલાભાઈ ખેર, ચીફ ફાયર ઓફિસરને વંચાણે-2ના જનરલ બોર્ડના ઠરાવથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જ્યારે સ્માર્ટ સોસાયટીઓની સફાઈ સહિતની ગ્રાન્ટમાં વધારો કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. આજે વોર્ડ નં. 3માં આરોગ્ય કેન્દ્ર સીટી ટીબી સેન્ટર સહિતના મોટા પ્રોજેક્ટોની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version