મુખ્યમંત્રી અને જગદીશ વિશ્ર્વકર્મા અચાનક દિલ્હીમાં

ગુજરાતમાં સરકાર અને સંગઠનોમાં ફેરફાર બાદ ફરી એક વખત આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા દિલ્હી પહોંચ્યા હતાં અને…

ગુજરાતમાં સરકાર અને સંગઠનોમાં ફેરફાર બાદ ફરી એક વખત આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા દિલ્હી પહોંચ્યા હતાં અને ભાજપના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત ભાજપના સંગઠન અને સરકારના સંકલન બાબતે ચર્ચા થયાનું જણાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આજે સવારે અચાનક જ મુખ્યમંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ દિલ્હી પહોંચ્યા હતાં અને તેમણે ભાજપના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે નવા કાર્યકારી પ્રમુખ નિતીન નબીન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ગુજરાત વિશે ચર્ચાઓ પણ થઈ હતી જો કે સત્તાવાર સુત્રોએ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.

સુત્રોના કહેવા મુજબ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ગુજરાત આવવા આમંત્રણ પણ આપ્યું છે અને ટૂંક સમયમાં જ તેમનો ગુજરાતનો કાર્યક્રમ ગોઠવાઈ તેવી શકયતા દર્શાવાઈ રહી છે.