અદ્યતન લેબોરેટરીઓ સાથેના નવા એકેડેમિક બ્લોકસ, આધુનિક સ્પોટર્સ કોમ્પલેક્ષ તથા નવી હોસ્ટેલોનું થશે નિર્માણ
રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી, જે ચજ રેન્કિંગ અનુસાર ગુજરાતની નં. 1 પ્રાઇવેટ યુનિવર્સિટી તરીકે સ્થાન ધરાવે છે, દ્વારા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર સાથે રૂા. 1000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ માટે મહત્વપૂર્ણ ખજ્ઞઞ કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મારવાડી યુનિવર્સિટી હાલમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, લો, ફિઝિયોથેરાપી, નર્સિંગ, સાયન્સ તથા કમ્પ્યુટર એપ્લિકેશન સહિતના વિવિધ અભ્યાસક્રમો સફળતાપૂર્વક ચલાવી રહી છે. યુનિવર્સિટીમાં હાલ વિશ્વના 54 દેશો તથા ભારતના 22 રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઉત્તમ પ્લેસમેન્ટ રેકોર્ડ અને અત્યાધુનિક શિક્ષણ વ્યવસ્થાના કારણે મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગી બની છે. ગત વર્ષે ઉપલબ્ધ સીટોની સરખામણીએ 6000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટીમાં મેડિકલ, હોસ્પિટાલિટી, જર્નાલિઝમ જેવા નવા અભ્યાસક્રમો શરૂૂ કરવાની તાતી જરૂૂરિયાત ઉભી થઈ છે.
હાલ યુનિવર્સિટીમાં 4500થી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં નિવાસ કરે છે અને વધુ વિદ્યાર્થીઓને હોસ્ટેલ સુવિધા મળી રહે તે માટે સતત માંગ ઊભી થઈ રહી છે.માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગળ વધે તે હેતુથી, મારવાડી યુનિવર્સિટી દ્વારા નવા યુગની જરૂૂરિયાતોને અનુરૂૂપ અભ્યાસક્રમો શરૂૂ કરવા માટે અદ્યતન લેબોરેટરીઓ સાથેના નવા એકેડેમિક બ્લોક્સ, આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા નવી હોસ્ટેલોના નિર્માણ માટે રૂા. 1000 કરોડના ઇન્વેસ્ટમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.શિક્ષણ પદ્ધતિમાં બદલાવને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વધુ ઇન્ટરએક્ટિવ શીખણ શક્ય બને તેવા આધુનિક ક્લાસરૂૂમ્સ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે 10,000 સ્ક્વેર ફીટનું વિશેષ સેન્ટર તેમજ હાલ નોકરી કે વ્યવસાય કરતા વ્યક્તિઓ માટે કન્ટિન્યુઇંગ એજ્યુકેશન માટે અલગ શૈક્ષણિક બ્લોક પણ નિર્માણ કરવામાં આવશે.

