Site icon Gujarat Mirror

મવડીમાં માનસિક બિમારીથી કંટાળી પ્રૌઢાનો ઝેર પી આપઘાત

મવડી ગામે રહેતા પ્રૌઢાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ મવડી ગામે પંચસિલનગર શેરી નં.8માં રહેતા રમાબેન ઉગાભાઇ પરમાર (ઉ.વ.55)નામના પ્રૌઢાએ આજે સવારે પોતાના ઘરે ઝેરી પાવડર પી જતા તેને સારવાર માટે ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા હતા. જયા તેમનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક રમાબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ તથા માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

પરાપીપળીયા ગામે ઉલ્ટી થયા બાદ આધેડનું મોત
જામનગર રોડ પર પરાપીપળીયા ગામે એકતા સોસાયટીમાં રહેતા કિરીટભાઇ માધુભાઇ ડાંગર (ઉ.વ.47)નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે લોહીનુ ઉલ્ટી થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નિપજ્યુ હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version