PUC નિયમોમાં ફેરફાર: જૂના વાહનોમાં દર ત્રણ મહિને રીન્યુઅલ

  કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુરુવારે વાહનોના ’પોલ્યુશન અંડર કંટ્રોલ’ (ઙઞઈ) સર્ટિફિકેટની માન્યતા અંગેના સુધારેલા નિયમોનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. સત્તાવાર ગેઝેટ…

 

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુરુવારે વાહનોના ’પોલ્યુશન અંડર કંટ્રોલ’ (ઙઞઈ) સર્ટિફિકેટની માન્યતા અંગેના સુધારેલા નિયમોનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. સત્તાવાર ગેઝેટ દ્વારા જાહેર કરાયેલા ’સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ (સોળમો સુધારો) નિયમો, 2026’ અંતર્ગત હવે વાહનના એમિશન સ્ટાન્ડર્ડ (પ્રદૂષણ નિયંત્રણના ધોરણો), વાહનની ઉંમર અને તેની શ્રેણીના આધારે PUC સર્ટિફિકેટ રિન્યુ કરાવવાની સમયમર્યાદા અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. નવા નિયમો મુજબ, BS-6 ધોરણ ધરાવતા આધુનિક વાહનોને લાંબી વેલિડિટીનો લાભ આપવામાં આવ્યો છે, જ્યારે પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો માટે તપાસનો સમયગાળો ટૂંકો કરવામાં આવ્યો છે. આ મુદતની ગણતરી વાહનની પ્રથમ નોંધણીની તારીખ સાથે જોડવામાં આવી છે.

નવા નોટિફિકેશન અનુસાર, BS-6 ધોરણ ધરાવતા નોન-ટ્રાન્સપોર્ટ (ખાનગી) વાહનો જો છ વર્ષ સુધી જૂના હોય, તો તેમનું PUC સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. જો આવા વાહનો છ વર્ષથી વધુ પરંતુ 10 વર્ષથી ઓછા જૂના હોય, તો તેમણે દર વર્ષે સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે, જ્યારે 10 વર્ષથી વધુ જૂના BS-6 ખાનગી વાહનો માટે દર છ મહિને રિન્યુઅલ ફરજિયાત રહેશે. તેવી જ રીતે, BS-6 ધોરણ ધરાવતા ટ્રાન્સપોર્ટ (કોમર્શિયલ) વાહનો માટે જો વાહન છ વર્ષ સુધીનું હોય તો બે વર્ષની વેલિડિટી મળશે. છથી 10 વર્ષ સુધીના ટ્રાન્સપોર્ટ વાહનોએ વાર્ષિક અને 10 વર્ષથી વધુ જૂના વાહનોએ દર છ મહિને PUC સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે.

બીજી તરફ, જૂના એમિશન સ્ટાન્ડર્ડ ધરાવતા વાહનો માટે સરકાર દ્વારા કડક વલણ અપનાવીને PUC ની મુદત ટૂંકી રાખવામાં આવી છે. નવા નિયમો મુજબ, ઇજ-1, ઇજ-2 અને ઇજ-3 ધોરણ ધરાવતા તમામ વાહનો માટે PUC સર્ટિફિકેટની માન્યતા માત્ર ત્રણ મહિનાની જ રહેશે. જ્યારે ઇજ-4 ધોરણ ધરાવતા વાહનો માટે PUC સર્ટિફિકેટ છ મહિના માટે માન્ય ગણાશે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય જૂના વાહનોમાંથી નીકળતા પ્રદૂષણ પર નિયમિત દેખરેખ રાખવાનો છે.

મંત્રાલયે સર્ટિફિકેટ રિન્યુઅલની પ્રક્રિયા અંગે પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. જો કોઈ વાહનચાલક વર્તમાન PUC સર્ટિફિકેટની મુદત પૂર્ણ થવાના 10 દિવસ પહેલા રિન્યુઅલ માટે અરજી કરે છે, તો નવું સર્ટિફિકેટ જૂના સર્ટિફિકેટની એક્સપાયરી તારીખથી જ અમલી ગણાશે. જોકે, મુદત વીતી ગયા બાદ રિન્યુઅલ કરાવવાના અન્ય તમામ કિસ્સાઓમાં નવું સર્ટિફિકેટ જે તારીખે રિન્યુ કરવામાં આવ્યું હોય તે તારીખથી અમલમાં આવશે. આ સુધારેલા નિયમો સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ થયાની તારીખથી જ અમલી બનશે, પરંતુ હાલમાં જે વાહનો પાસે માન્ય PUC સર્ટિફિકેટ છે તેમને આ નવી મુદતની જોગવાઈઓ તેમના આગામી પ્રથમ રિન્યુઅલથી લાગુ પડશે.

ઉલ્લેખનીય છે કે, આ જાહેરનામું સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ નિયમો, 1989ના નિયમ 115માં સુધારો કરે છે. આ નિયમ હેઠળ દરેક વાહનચાલકે સંબંધિત રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કરાયેલી એજન્સી પાસેથી મેળવેલું અથવા રિન્યુ કરાવેલું માન્ય PUC સર્ટિફિકેટ સાથે રાખવું ફરજિયાત છે અને તપાસ દરમિયાન નિયુક્ત અધિકારીઓ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે તે રજૂ કરવું અનિવાર્ય રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *